સુરહ આલે ઈમરાન 67,68

PART:-184
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-67,68
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

مَا كَانَ اِبۡرٰهِيۡمُ يَهُوۡدِيًّا وَّلَا نَصۡرَانِيًّا وَّ لٰكِنۡ كَانَ حَنِيۡفًا مُّسۡلِمًاؕ وَمَا كَانَ مِنَ الۡمُشۡرِكِيۡنَ(67)

67).ઈબ્રાહીમ ન તો યહૂદી હતા ન તો ઈસાઈ, પરંતુ તે પૂરી રીતે ફક્ત મુસલમાન હતા, તે મૂર્તિપૂજક પણ ન હતા

તફસીર(સમજુતી):-

શબ્દ(حَنِيۡفًا مُّسۡلِمًا )નો અર્થ (નર્યા મુસલમાન) એટલે કે શિર્કથી નફરત કરનાર અને ફક્ત એક અલ્લાહની બંદગી કરનાર

☘☘☘☘☘☘☘☘☘☘☘

اِنَّ اَوۡلَى النَّاسِ بِاِبۡرٰهِيۡمَ لَـلَّذِيۡنَ اتَّبَعُوۡهُ وَهٰذَا النَّبِىُّ وَالَّذِيۡنَ اٰمَنُوۡا ‌ؕ وَاللّٰهُ وَلِىُّ الۡمُؤۡمِنِيۡنَ(68)

68).બધા લોકોમાંથી વધારે ઈબ્રાહીમની નજીદીક તે લોકો છે જેમણે તેમનું કહેવાનું માન્યું અને આ નબી અને જે લોકો ઈમાન લાવ્યા, ઈમાનવાળાઓનો સંરક્ષક અને મદદગાર અલ્લાહ છે.

તફસીર(સમજુતી):-

અકાઈદ અને આમાલ ના લિહાઝથી હઝરત ઈબ્રાહીમ અલયહ વસ્સલામ ની નજીક તો એ લોકો હતાં જેઓ તેમના ફરમાબરદાર હતાં કે પછી નબી સલ્લલ્લાહુ અલયહ વસ્સલ્લમ અને તેમના ફરમાબરદારો, આવા લોકોની બે સિફતો હોય છે એક તો એ મુશરિક ન હોય અને બીજું કે તેઓ અલ્લાહ ના દરેક અહકામ નિભાવી જાણે, અને પુરેપુરા અલ્લાહ ના ફરમાબરદાર બંદા હોય છે

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92