સુરહ આલે ઈમરાન 69,70

PART:-185
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-69,70
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَدَّتۡ طَّآئِفَةٌ مِّنۡ اَهۡلِ الۡكِتٰبِ لَوۡ يُضِلُّوۡنَكُمؕۡ وَمَا يُضِلُّوۡنَ اِلَّاۤ اَنۡفُسَهُمۡ وَمَا يَشۡعُرُوۡنَ(69)

69).કિતાબવાળાઓનું એક જૂથ ઈચ્છે છે કે તમને ભટકાવી દે, હકીકતમાં તેઓ પોતે પોતાની જાતને ભટકાવી રહ્યા છે, અને સમજતા નથી.

તફસીર(સમજુતી):-

આ યહૂદીયોના ઈર્ષા અને જલનનું સ્પષ્ટીકરણ છે જે તેઓ ઈમાનવાળાઓથી રાખતા હતા અને આ ઈર્ષાના કારણે મુસલમાનોને ભટકાવવાની કોશિશ કરતા હતા, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે આ રીતે તેઓ પોતે
અજાણતામાં પોતાની જાતને ભટકાવી રહ્યા છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ وَاَنۡـتُمۡ تَشۡهَدُوۡنَ(70)

70).અય કિતાબવાળાઓ! તમે પોતે ગવાહ હોવા છતાં પણ અલ્લાહની આયતોને કેમ નથી માનતા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92