(2).સુરહ બકરહ:-78,79

PART:-44
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-78,79,

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
مِنۡہُمۡ اُمِّیُّوۡنَ لَا یَعۡلَمُوۡنَ الۡکِتٰبَ اِلَّاۤ اَمَانِیَّ وَ اِنۡ ہُمۡ اِلَّا یَظُنُّوۡنَ ﴿۷۸﴾

78).તેમનામાંથી એક બીજું જૂથ તે અભણ લોકોનું છે, જેઓ ગ્રંથનું તો જ્ઞાન ધરાવતા નથી, માત્ર પોતાની નિરાધાર આશાઓ અને ઇચ્છાઓને લઈને બેઠાં છે અને ફક્ત અટકળો ઉપર ચાલી જઈ રહ્યાંછે.

તફસીર(સમજુતી):-

આગળ તેમના વિદ્વાન માણસોની વાત હતી અને હવે અહીંયા તેમનામાં રહેલ અનપઢ લોકો જે કિતાબી ઈલ્મ થી અજાણ છે, પરંતુ તેઓ તેની ઇચ્છા રાખે છે.
 અને ખાલી કલ્પનાઓ થી કામ ચલાવે છે અને જેમાં તેમને તેમના વિદ્વાનો દ્વારા અધુરુ શિક્ષણ અને અંધશ્રદ્ધામાં રાખ્યાં.

તેઓ કેહતા ભલે અમે નર્ક માં જઈએ પણ થોડા દિવસ માટે જ અમારા વડીલો અમને માફ કરાવી લેશે વગેરે વગેરે.

જેવી રીતે કે આજના મુસ્લિમોને ઉલેમાએ શુઅ એે આવા જ ફરેબ જાળમાં અને ખોટા વચનોમાં ફસાયેલા રાખ્યા છે.
__________________________
فَوَیۡلٌ لِّلَّذِیۡنَ یَکۡتُبُوۡنَ الۡکِتٰبَ بِاَیۡدِیۡہِمۡ ٭ ثُمَّ یَقُوۡلُوۡنَ ہٰذَا مِنۡ عِنۡدِ اللّٰہِ لِیَشۡتَرُوۡا بِہٖ ثَمَنًا قَلِیۡلًا ؕ فَوَیۡلٌ لَّہُمۡ مِّمَّا کَتَبَتۡ اَیۡدِیۡہِمۡ وَ وَیۡلٌ لَّہُمۡ مِّمَّا یَکۡسِبُوۡنَ ﴿۷۹﴾

79).પછી વિનાશ અને તબાહી છે તે લોકો માટે જેઓ પોતાના હાથે ધાર્મિક વિધાન લખે છે, પછી લોકોને કહે છે કે આ અલ્લાહ તરફથી આવેલ છે, જેથી તેના બદલામાં થોડીક કીમત મેળવી લે. તેમના હાથોનું આ લખાણ પણ તેમના માટે વિનાશની સામગ્રી છે અને તેમની આ કમાણી પણ તેમના માટે વિનાશનું કારણ.

તફસીર(સમજુતી):-

આ યહૂદી વિદ્વાનોની નાફરમાની અને ખૌફ એ ઈલાહી ને ભુલી ને પોતાના હાથથી મસાઈલો બનાવતા. અને લોકોને ખાતરી અપાવતા કે આ અલ્લાહ તરફથી છે
 આ આયતની પ્રામાણિકતા ફક્ત તે જ છે જેઓ દુનિયાની કમાણી કરવા અને ધર્મના નામ પર લોકોને છેતરવા માટે રબના કલામના શબ્દને વિકૃત કરે છે.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92