(2).સુરહ બકરહ:- 80,81

 PART:-45
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-80,81,

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعۡدُوۡدَۃً ؕ قُلۡ اَتَّخَذۡتُمۡ عِنۡدَ اللّٰہِ عَہۡدًا فَلَنۡ یُّخۡلِفَ اللّٰہُ عَہۡدَہٗۤ اَمۡ تَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۸۰﴾

80).તેઓ કહે છે કે દોજખ (નર્ક)ની આગ અમને કદાપિ સ્પર્શશે નહીં, સિવાય કે થોડા દિવસની સજા મળે તો મળે. તેમને પૂછો, શું તમે અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે, જેનું ઉલ્લંઘન તે કરી શકતો નથી ? કે પછી વાત એમ છે કે તમે અલ્લાહના નામે એવી વાતો કહી દો છો જેના વિષે તમને જ્ઞાન નથી

તફસીર(સમજુતી):-

હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે કે યહૂદી લોકો કહેતા હતા કે દુનિયાની કુલ અવધિ સાત હજાર વર્ષ છે. દરેક વર્ષે ના બદલામાં એક દિવસ એટલેે માત્ર સાત દિવસ નરકમાં રહેવું પડશે યહૂદીઓની આ વાત પર આ આયત નાઝિલ થઈ તો કેટલાક યહૂદી કેહતા ચાલીસ દિવસ સુધી કેમકે તેમના બુઝુર્ગઓ એ ચાલીસ દિવસ સુધી વાછરડાની પૂજા કરી હતી.

કેટલાક કહે છે કે તૌરાત માં છે કે નરકમાં આજુબાજુ ઝક્કુમ નુ ઝાડ છે જેની વચ્ચે નો રસ્તો ચાલીસ વર્ષનો છે. એટલે ચાલીસ દિવસ સુધી

એક રિવાયત માં છે કે તેઓ  નબી (સ.અ.વ.) ની પાસે આવ્યા અને કહ્યું, "અમે ચાલીસ દિવસ સુધી નરકમાં રહીશું, પછી બીજા લોકો અમારા સ્થાને આવશે." ત્યારે નબી (સ.અ.વ)એ તેમના માથા પર હાથ મૂકીને તેમને કહ્યું  તમે તે લોકો છો જે હંમેશા માટે નરકમાં રેહશો. આ ધટના પર આ આયત નાઝિલ થઈ
__________________________
بَلٰی مَنۡ کَسَبَ سَیِّئَۃً وَّ اَحَاطَتۡ بِہٖ خَطِیۡٓــَٔتُہٗ فَاُولٰٓئِکَ اَصۡحٰبُ النَّارِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿۸۱﴾

81).જે કોઈ પાપ કમાશે અને પોતાના પાપ-કર્મોના ચક્કરમાં ઘેરાયેલો રહેશે તે દોજખી છે અને દોજખમાં જ તે હંમેશા રહેશે.

તફસીર(સમજુતી):-

આનો અર્થ એ થયો કે જેના કાર્યો ખરાબ છે અને જે સારા કાર્યોથી ખાલી છે તે નરકમાં જશે અને જે અલ્લાહના મેસેન્જર નબી (સ.અ.વ.) પર ઈમાન લાવે અને સુન્નાત પ્રમાણે કાર્ય કરે છે તે સ્વર્ગ જશેે.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92