સુરહ આલે ઈમરાન 97,98

PART:-198
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-97,98
                     
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

فِيۡهِ اٰيٰتٌ ۢ بَيِّنٰتٌ مَّقَامُ اِبۡرٰهِيۡمَۚ  وَمَنۡ دَخَلَهٗ كَانَ اٰمِنًا ‌ؕ وَلِلّٰهِ عَلَى النَّاسِ حِجُّ الۡبَيۡتِ مَنِ اسۡتَطَاعَ اِلَيۡهِ سَبِيۡلًا ‌ؕ وَمَنۡ كَفَرَ فَاِنَّ اللّٰهَ غَنِىٌّ عَنِ الۡعٰلَمِيۡنَ(97)

97).જેમાં સ્પષ્ટ નિશાનીઓ છે, “મકામે ઈબ્રાહીમ”(એક પથ્થર છે જેના પર ખાનાએ કા'બાના નિર્માણ
સમયે હજરત ઈબ્રાહીમ ઊભા રહેતા હતા) તેમાં જે આવી જાય નિર્ભય થઈ જાય છે. અલ્લાહ (તઆલા)એ તે લોકો પર જેઓ તેની તરફ માર્ગ પામી શકતા હોય, તે ઘરની હજ જરૂરી કરી દીધી છે. અને જે કોઈ કુફ્ર કરે તો અલ્લાહ (તઆલા) સમગ્ર દુનિયાથી બેનિયાઝ છે.

તફસીર(સમજુતી):-

"રસ્તો મેળવી શકો છો"નો અર્થ એ છે કે રસ્તાના ખર્ચનું આયોજન હોય, એટલે કે એટલો માલ હોય જેથી રસ્તાનો ખર્ચ પૂરો થઈ જાય, તેના સિવાય આયોજનથી આશય એ પણ છે કે રસ્તામાં શાંતિ હોય, અને જાન તથા માલ સુરક્ષિત હોય, આ રીતે એ પણ જરૂરી છે કે તંદુરસ્તી મુસાફરીને લાયક હોય, તેના સિવાય સ્ત્રી માટે તેનો
મહેરમ જરૂરી છે. (ફતહુલ કદીર) આ આયત તે દરેક વ્યક્તિના માટે છે જે આ પ્રકારની તાકાત રાખતો હોય,તેના માટે હજ અનિવાર્ય (ફર્ઝ) હોવાની દલીલ છે. (તફસીર ઈબ્ને કસીર)

હજની તાકત હોવા છતાં હજ ન કરવી કુરઆને તેને કુફ્રથી વિવરણ કરેલ છે, જેનાથી હજ ફર્ઝ થવામાં વધારે બળ મળે છે, હદીસોમા પણ આવા માણસને સખત ચેતવણી આપેલ છે.(તફસીર ઈબ્ને કસીર)

 ☘☘☘☘☘☘☘☘☘☘☘

قُلۡ يٰۤـاَهۡلَ الۡكِتٰبِ لِمَ تَكۡفُرُوۡنَ بِاٰيٰتِ اللّٰهِ ۖ وَاللّٰهُ شَهِيۡدٌ عَلٰى مَا تَعۡمَلُوۡنَ(98)

98).આપ કહી દો કે, અય કિતાબવાળાઓ! તમે અલ્લાહની આયતોનો ઈન્કાર કેમ કરો છો ? અને જે કંઈ કરો છો અલ્લાહ (તઆલા) તેના પર ગવાહ છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92