(2).સુરહ બકરહ 74,75

PART:-42
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-74,75,

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
ثُمَّ قَسَتۡ قُلُوۡبُکُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ فَہِیَ کَالۡحِجَارَۃِ اَوۡ اَشَدُّ قَسۡوَۃً ؕ وَ اِنَّ مِنَ الۡحِجَارَۃِ لَمَا یَتَفَجَّرُ مِنۡہُ الۡاَنۡہٰرُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَشَّقَّقُ فَیَخۡرُجُ مِنۡہُ الۡمَآءُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَہۡبِطُ مِنۡ خَشۡیَۃِ اللّٰہِ ؕوَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۷۴﴾

74).પરંતુ આવી નિશાનીઓ જોયા પછી પણ છેવટે તમારા હૃદય કઠોર થઈ ગયા, પથ્થરો જેવા કઠોર, બલ્કે કઠોરતામાં તેનાથી પણ વધારે, કારણ કે પથ્થરોમાંથી તો કોઈ એવો પણ હોય છે, જેમાંથી ઝરણાં ફૂટીને વહી નીકળે છે, કોઈ ફાટે છે અને તેમાંથી પાણી નીકળી આવે છે, અને કોઈ અલ્લાહના ડરથી ધ્રુજીને પડી પણ જાય છે. અલ્લાહ તમારા કરતૂતોથી અજાણ નથી.

તફસીર(સમજુતી):-

આ આયતમાં, બની ઇસરાઇલના લોકોને યાદ કરાવે છે કે આવા અદ્ભુત ચમત્કારો અને શક્તિના સંકેતો જોયા પછી પણ આટલા જલ્દી તમારા હૃદય સખત થઈ ગયા છે. તેથી જ ઈમાનવાળા લોકો ને આવી સખ્તી થી રોકવામાં આવે
__________________________
اَفَتَطۡمَعُوۡنَ اَنۡ یُّؤۡمِنُوۡا لَکُمۡ وَ قَدۡ کَانَ فَرِیۡقٌ مِّنۡہُمۡ یَسۡمَعُوۡنَ کَلٰمَ اللّٰہِ ثُمَّ یُحَرِّفُوۡنَہٗ مِنۡۢ بَعۡدِ مَا عَقَلُوۡہُ وَ ہُمۡ یَعۡلَمُوۡنَ ﴿۷۵﴾

75).હે મુસલમાનો ! હવે શું તમે આ લોકો પાસે એ આશા રાખો છો કે તેઓ તમારા આમંત્રણ પર ઈમાન લઈ આવશે ? જો કે તેમનામાંના એક જૂથની રીત એ રહી છે કે અલ્લાહની વાણી સાંભળી અને ત્યારપછી બરાબર સમજી-વિચારીને ઇરાદાપૂર્વક તેમાં ફેરફારો કર્યા.

તફસીર(સમજુતી):-

આ ગુમરાહ કૌમ યહુદીના ઈમાનથી, અલ્લાહ તેમના નબી (સ.અ.વ.) અને તેના સહાબાઓ ને નિરાશ કરે છે કે જ્યારે તેઓએ અલ્લાહ ની મહાન નિશાનીઓ  જોઈને પણ તેમના હૃદયને પત્થરો જેવા સખત બનાવ્યા. અલ્લાહ ના કલામ ને સાભળી અને સમજીને તેને ફેરબદલ કરી નાખ્યાં તો પછી તેમની પાસે શું અપેક્ષા કરો છો?
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92