સુરહ અલ્ અઅ્-રાફ 10,11,12

 PART:-459


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

 

(૧). માનવજાતિ ઉપર અલ્લાહની બેહિસાબ

              નેઅમત અને ઈનામ  


       (૨). શેતાનનું ગુરુર અને ઘમંડ

      

=======================        

     

        પારા નંબર:- 08

        (7)સુરહ અલ્ અઅ્-રાફ

         આયત નં.:- 10,11,12


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَقَدۡ مَكَّـنّٰكُمۡ فِى الۡاَرۡضِ وَجَعَلۡنَا لَـكُمۡ فِيۡهَا مَعَايِشَ ؕ قَلِيۡلًا مَّا تَشۡكُرُوۡنَ(10)


(10). અને અમે તમને ધરતી પર રહેવા માટે જગ્યા આપી અને તેમાં તમારા માટે જિંદગીનો સામાન બનાવ્યો, તમે ઘણા ઓછા આભારી થાઓ છો.


તફસીર(સમજુતી):-


અહીં માનવજાતિ ઉપર અલ્લાહે કરેલ નેઅમત, એહસાન વ ઈનામ નું બયાન કરવામાં આવે છે જેથી માનવીઓ પયગંબરોની દઅવતને કબુલ કરે અને અલ્લાહનો શુક્ર કરે પરંતુ માનવી ધણો ઓછો શુક્ર કરે છે.


"જિંદગીનો સામાન બનાવ્યો" એટલે કે જીવનની જરૂરિયાત માથી ફક્ત હવા ને છીનવી લેવાય તો શ્વાસ ન લઈ શકે, અને સુરજનો તડકો ના હોય તો જીવન જીવવાનું મુશ્કેલ થઈ જાય. આતો ફક્ત બે જ ઉદાહરણ છે આના સિવાય ઘણી એવી નેઅમતો છે જેની આપણે ગણતરી નથી કરી શકતા.(તફસિરુલ કુર્આન અને તયસિર-ઉલ-કુર્આન)


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


وَلَقَدۡ خَلَقۡنٰكُمۡ ثُمَّ صَوَّرۡنٰكُمۡ ثُمَّ قُلۡنَا لِلۡمَلٰۤئِكَةِ اسۡجُدُوۡا لِاٰدَمَ‌ ۖ  فَسَجَدُوۡۤا اِلَّاۤ اِبۡلِيۡسَؕ لَمۡ يَكُنۡ مِّنَ السّٰجِدِيۡنَ(11)


(11). અને અમે તમને પેદા કર્યા, પછી તમારી સૂરત બનાવી, પછી અમે ફરિશ્તાઓને કહ્યું કે, “આદમને સિજદો કરો”, તો બધાએ સિજદો કર્યો સિવાય ઈબ્લીસના, કે તે સિજદો કરનારાઓમાં સામેલ ન થયો.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️


*‌قَالَ مَا مَنَعَكَ اَلَّا تَسۡجُدَ اِذۡ اَمَرۡتُكَ‌ ؕ قَالَ اَنَا خَيۡرٌ مِّنۡهُ‌ ۚ خَلَقۡتَنِىۡ مِنۡ نَّارٍ وَّخَلَقۡتَهٗ مِنۡ طِيۡنٍ(12)*


(12). (અલ્લાહે) પૂછયું કે, “જ્યારે મેં તને સિજદો કરવાનો હુકમ આપ્યો તો કયા કારણે તને સિજદો કરવાથી રોકી દીધો ?” તેણે કહ્યું, “હું તેનાથી બહેતર છું, તે મને આગથી પેદા કર્યો અને તેને માટીથી પેદા કર્યો છે.”


તફસીર(સમજુતી):-


શેતાનનું આ કારણ તેના ગુનાહથી પણ વધારે ગુનોહ બની ગયું, એક તો તેનું એ વિચારવું ખોટું છે કે ઉચ્ચ ને પોતાનાથી નીચેના ને ઈજ્જત અને સન્માનનો હુકમ નથી આપી શકાતો, 


પરંતુ અહીં અસલ મામલો અલ્લાહનો હુકમ છે તેના હુકમ આગળ સારા અને ઓછા-સારાની વાતો કરવી અલ્લાહના હુકમની નાફરમાની છે. 


બીજુ કે તેણે પોતાને સારા હોવાની એવી દલીલ આપી કે, “હું આગથી અને તે માટીથી છે.” પરંતુ તેણે તે શ્રેષ્ઠતાને નજરઅંદાજ કરી દીધી જે હજરત આદમ (અ.સ.) ને પ્રાપ્ત હતી એટલે કે અલ્લાહ તઆલાએ સ્વયં પોતાના હાથ વડે બનાવ્યા અને પોતાના તરફથી રૂહ ફૂંકી, આ શ્રેષ્ઠતાની બરાબર દુનિયાની કોઈ ઈજ્જત હોઈ શકે છે?


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92