સુરહ અલ્ અઅ્-રાફ 63,64

 PART:-482

~~~~~~~~

     

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

          આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~


એક માણસજાતને નબી બનાવવામાં આવે તેનું આશ્ચર્ય કેમ?   


       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•

     

   [ પારા નંબર:- 08 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 63,64 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

======================


اَوَعَجِبۡتُمۡ اَنۡ جَآءَكُمۡ ذِكۡرٌ مِّنۡ رَّبِّكُمۡ عَلٰى رَجُلٍ مِّنۡكُمۡ لِيُنۡذِرَكُمۡ وَلِتَـتَّقُوۡا وَلَعَلَّكُمۡ تُرۡحَمُوۡنَ(63)


(63). શું તમને એનું આશ્ચર્ય છે કે તમારા રબ તરફથી તમારી કોમ (સમુદાય) તરફ એક પુરૂષ પર કોઈ નસીહતની વાત આવી છે ? જેથી તમને બાખબર કરે, અને તમે પરહેઝગારી અપનાવો અને જેથી તમારા ઉપર દયા કરવામાં આવે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


નૂહ(અ.સ.) ની કોમને આશ્ચર્ય થતું હતું કે અમારામાંથી એક માણસ નબી બનીને અમને અલ્લાહ ના અઝાબથી બીવડાવે છે જેવી રીતે કે અત્યારે પણ કેટલાક ગુમરાહ મુસલમાનોનુ માનવું છે કે જે નબી હોય તે માણસ ન હોય શકે.


અહીં નૂહ (અ.સ.) નો જવાબ એ છે કે એમાં આશ્ચર્ય જેવું શું છે તમારામાંથી જ એક માણસના દ્રારા તમને નસીહત કરવામાં આવે અને તે તમારા માટે નમૂના રૂપે રજુ થાય, તમને ખબરદાર કરવામાં આવે, અને તમે અલ્લાહ થી ડરી જાવ તો તમારા ઉપર રહેમ કરવામાં આવે

=======================


فَكَذَّبُوۡهُ فَاَنۡجَيۡنٰهُ وَالَّذِيۡنَ مَعَهٗ فِى الۡفُلۡكِ وَاَغۡرَقۡنَا الَّذِيۡنَ كَذَّبُوۡا بِاٰيٰتِنَا‌ ؕ اِنَّهُمۡ كَانُوۡا قَوۡمًا عَمِيۡنَ(64)


(64). તો તેઓએ તેમને જૂઠાડી દીધા, છેવટે અમે નૂહ અને તેના સાથીઓને નૌકામાં બચાવી લીધા, અને જેઓ અમારી નિશાનીઓને ન માન્યા તેમને ડૂબાડી દીધા, બેશક તે એક આંધળી કોમ હતી.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••••


પછી અલ્લાહ ફરમાવે છે નૂહ (અ.સ.) ની અસરદાર તબલીગ થી તેમને કોઈ ફરક ન પડયો સિવાય થોડા લોકો, અને છેવટે નૂહ(અ.સ) તેમના ઉપર ઈમાન લાવેલ સાથીઓને અમે જહાજ પર સવાર કરીને તૂફાન દ્રારા બાકીનાઓને અમે ડુબાડી દીધા તેઓએ હક ને જોઈને પણ તેને અપનાવ્યો નહીં તે એવા આંધળા હતાં.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92