સુરહ આલે ઈમરાન 127,128

PART:-212
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-127,128
                           
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لِيَقۡطَعَ طَرَفًا مِّنَ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَوۡ يَكۡبِتَهُمۡ فَيَنۡقَلِبُوۡا خَآئِبِيۡنَ(127)

127). (અલ્લાહની આ મદદનો હેતુ એ હતો કે અલ્લાહ) કાફિરો ના એક જૂથને કાપી નાખે અથવા જલીલ કરી દે અને તેઓ નિષ્ફળ થઈને પાછા ફરે

તફસીર(સમજુતી):-

આ બદ્રના યુદ્ધનો નકશો છે જેમાં અલ્લાહે ફરિશ્તાઓનુ લશ્કર ઉતારીને મુસલમાનોની મદદ કરી, એક જૂથને કાપી નાખે એટલે મુશરિકોના મોટા-મોટા સરદારોના કત્લ થયા અને કેટલાક કૈદી થયા તો કેટલાકે હારીને ભાગવું પડયું

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَيۡسَ لَكَ مِنَ الۡاَمۡرِ شَىۡءٌ اَوۡ يَتُوۡبَ عَلَيۡهِمۡ اَوۡ يُعَذِّبَهُمۡ فَاِنَّهُمۡ ظٰلِمُوۡنَ(128)

128). (આય પયગંબર!) તમારા અધિકારમાં કશું નથી, અલ્લાહ (તઆલા) ઈચ્છે તો તેમની તૌબા કબૂલ કરી લે અથવા અઝાબ આપે, કારણ કે તેઓ જાલિમ છે.

તફસીર(સમજુતી):-

એટલે કે તે કાફિરોને હિદાયત આપવી અથવા તેઓના વિશે કોઈ પ્રકારનો નિર્ણય કરવો અલ્લાહના અધિકારમાં છે. હદીસમાં આવે છે કે ઓહદના યુદ્ધમાં નબી(ﷺ)ના દાંત મુબારક પણ શહીદ થયા અને ચહેરા મુબારક પણ જખ્મી થયો તો આપે કહ્યું કે "તે કોમ કઈ રીતે કામયાબ થશે જેણે પોતાના નબીને જખ્મી કરી દીધા" એટલે કે આપે તેમની હિદાયતથી નિરાશા જાહેર કરી તેના પર આ આયત ઉતરી. અેવી રીતે કેટલાક કથનોમાં આવે છે કે આપ(ﷺ ) એ કેટલાક કાફિરોના માટે કુનૂતે નાઝિલાનું પ્રયોજન (એહતમામ) કર્યું, જેમાં તેઓના માટે બદદુઆ કરી, જેના પર આ આયત ઉતરી, એટલા માટે આપ( ﷺ) બદ્દદુઆ આપવાનું બંધ કરી દીધું. (ઈબ્ને કસીર તથા ફતહુલ કદીર) આ આયતથી તે લોકોએ બોધપાઠ લેવો જોઈએ જેઓ નબી(ﷺ )ને મુખ્તારે કુલ માને છે કે તેમને એટલો પણ હક ન હતો કે કોઈને સાચા રસ્તા પર લગાવી દે, ભલેને આપ( ﷺ) ને સાચા રસ્તા પર બોલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92