સુરહ અલ્ અઅ્-રાફ 103,104,105,106

PART:-496

~~~~~~~~

     •┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


          આજની આયાતના વિષય

        ~~~~~~~~~~~~~~


હઝરત મૂસા અ.સ. અને ફિરઔન નો કિસ્સો

       ┈┈┈┈••✦✿✦••┈┈┈┈•


   [ પારા નંબર:- 09 ]

   [ (7). સુરહ અલ્ અઅ્-રાફ ]

   [ આયત નં.:- 103,104,105,106 ]

=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

=======================


ثُمَّ بَعَثۡنَا مِنۡۢ بَعۡدِهِمۡ مُّوۡسٰى بِاٰيٰتِنَاۤ اِلٰى فِرۡعَوۡنَ وَمَلَا۟ئِهٖ فَظَلَمُوۡا بِهَا‌ ۚ فَانْظُرۡ كَيۡفَ كَانَ عَاقِبَةُ الۡمُفۡسِدِيۡنَ(103)


(103). ત્યારબાદ અમે (રસૂલ) મૂસાને અમારી નિશાનીઓ સાથે ફિરઔન અને તેના સરદારો પાસે મોકલ્યા તો તેઓએ તેમનો હક પૂરો ન કર્યો, પછી જુઓ કે ફસાદીઓનો અંજામ કેવો રહ્યો.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


અહીંથી મૂસા(અ.સ.) નું વર્ણન શરૂ થાય છે જે પહેલા વર્ણન કરેલા નબીઓ પછી આવ્યા, જે ઘણા સન્માનિત પયગંબર હતા, જેમને મિસરના ફિરઔન અને તેની જનતા પાસે નિશાનીઓ અને ચમત્કાર આપીને મોકલવામાં આવ્યા.

=======================


وَ قَالَ مُوۡسٰى يٰفِرۡعَوۡنُ اِنِّىۡ رَسُوۡلٌ مِّنۡ رَّبِّ الۡعٰلَمِيۡنَۙ(104)


(104). અને મૂસાએ કહ્યું, “અય ફિરઔન! હું સમગ્ર સૃષ્ટિના રબ તરફથી પયગંબર છું.

=======================


حَقِيۡقٌ عَلٰٓى اَنۡ لَّاۤ اَقُوۡلَ عَلَى اللّٰهِ اِلَّا الۡحَـقَّ‌ ؕ قَدۡ جِئۡـتُكُمۡ بِبَيِّنَةٍ مِّنۡ رَّبِّكُمۡ فَاَرۡسِلۡ مَعِىَ بَنِىۡۤ اِسۡرَآءِيۡلَ(105)


(105). મારા માટે એ જ બહેતર છે કે સત્ય સિવાય અલ્લાહ પર કોઈ વાત ન બોલું, હું તમારા રબ તરફથી એક નિશાની પણ લાવ્યો છું એટલા માટે તું ઈસરાઈલની સંતાનને મારા સાથે મોકલી દે.


તફસીર(સમજૂતી):-

••••••••••••••••••••••


ઈસરાઈલની સંતાન જેમનું મૂળ નિવાસસ્થાન સીરિયાનો વિસ્તાર હતો, હજરત યુસુફના સમયમાં મિસર ચાલ્યા ગયા હતા, પછી ત્યાંના નિવાસી થઈ ગયા. ફિરઔને તેમને ગુલામ બનાવી લીધા હતા અને તેમના ઉપર જાત-જાતના જુલમો કરતો હતો જેનું વિસ્તૃત વર્ણન સૂર:અલ બકરહમાં આવી ગયું અને આગળ પણ આવશે


ફિરઔન અને તેના દરબારના મંત્રીઓએ જયારે મૂસાની દાવતને ઠૂકરાવી દીધી તો હજરત મૂસાએ બીજી માંગણી કરી કે ઈસરાઈલની સંતાનને આઝાદ કરી દે જેથી તેઓ પોતાની મૂળ જગ્યા ઉપર જઈને માનસન્માનની જિંદગી પસાર કરે અને અલ્લાહની બંદગી કરે.

=======================


قَالَ اِنۡ كُنۡتَ جِئۡتَ بِاٰيَةٍ فَاۡتِ بِهَاۤ اِنۡ كُنۡتَ مِنَ الصّٰدِقِيۡنَ(106)


(106). (ફિરઔને) કહ્યું, "જો તમે કોઈ નિશાની લઈને આવ્યા છો તો તેને રજૂ કરો, જો તમે સાચા છો.”


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92