41,42:સુરહ બકરહ



PART:-26
અસ્સલામુ અલયકુમ
બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ

વિષય:-સુરહ બકરહ.(2)

કુરઆન પઢવાની શરૂઆત કરતાં પેહલા [અઉઝુબિલ્લાહિ-મિનશ્-શયતાનિર્-રજીમ] પઢવુ

જેનો અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
 
કુરઆનની આયત નં:-41,42👇
〰〰〰〰〰〰〰〰〰〰
وَاٰمِنُوۡا بِمَآ اَنۡزَلۡتُ مُصَدِّقًا لِّمَا مَعَكُمۡ وَلَا تَكُوۡنُوۡآ اَوَّلَ كَافِرٍۢ بِهٖ‌ وَلَا تَشۡتَرُوۡا بِاٰيٰتِىۡ ثَمَنًا قَلِيۡلًا وَّاِيَّاىَ فَاتَّقُوۡنِ 41

41).અને મેં જે ગ્રંથ મોકલ્યો છે તેના પર ઈમાન લાવો. આ તે ગ્રંથના સમર્થનમાં છે જે તમારા પાસે અગાઉથી મોજૂદ હતો, એટલા માટે સૌપ્રથમ તમે જ તેનો ઇન્કાર કરનારા ન બની જાઓ. નજીવી કિંમતમાં મારી આયતોને વેચી ન નાખો અને મારા પ્રકોપથી બચો.
➖➖➖➖➖➖➖➖
તફસીર (સમજૂતી):-41

જેણે કુરઆન સાથે કુફ્ર કર્યો તેણે મુહમ્મદ રસુલુલ્લાહ સાથે કુફ્ર કર્યો , (ઇબ્ને કષીર)

પહેલા અવિશ્વાસુ ન બનો, તેનો અર્થ એ કે તમને જે જ્ઞાન છે તેને ગુમાવી રહ્યાં છો, અને તેથી તમારી જવાબદારી સૌથી મહત્વપૂર્ણ છે.

મદિનામાં પ્રથમ યહૂદિઓને ઈસ્લામ માટે આમંત્રણ અપાયું હતું, નહીં તો ઘણા લોકોએ હિજરત કરતા પહેલા ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો હતો, તેથી તેઓને ચેતવણી આપવામાં આવી રહી છે કે યહૂદીઓ તમે પ્રથમ કાફિર ન બનો.જો તેમ કરશો, તો પછી બધા યહુદીઓની નિંદા તમારા પર રહેશે.۔
નાના ભાવે વેચો નહીં: આનો અર્થ એ નથી કે જો તમને વધુ ચુકવણી મળે છે તો રબના કાયદા સાથે સોદો કરો. રબ ના કાયદા આગળ દુનિયા ને મહત્વ ન આપો. રબ ના કાયદા તો એટલા કિંમતી છે કે આખા વિશ્વની સંપત્તિ ની કોઈ તુલના જ નથી
(અહસનુલ બયાન )
〰〰〰〰〰〰〰〰〰〰
وَ لَا تَلۡبِسُوا الۡحَقَّ بِالۡبَاطِلِ وَ تَکۡتُمُوا الۡحَقَّ وَ اَنۡتُمۡ تَعۡلَمُوۡنَ ﴿۴۲﴾

42).અસત્યનો રંગ ચઢાવીને સત્યને શંકાસ્પદ ન બનાવો અને જાણી-બૂઝીને સત્યને છુપાવવાનો પ્રયત્ન ન કરો.
➖➖➖➖➖➖➖➖➖
તફસીર(સમજૂતી):-42

યહૂદીઓના ગેરવર્તન માટે તેઓનેે દોષી ઠેરવવામાં આવી રહ્યાં છે, કારણ કે તેઓએ બધું જ જાણતા હોવા છતાં કેટલીક વાર સત્ય અને ખોટાને ભેળવી લેતા  તેઓ સત્ય છુપાવતા અને ખોટું બતાવતા.  તેથી, તેઓની આ અશુદ્ધ આદતોનો ત્યાગ કરવા અને સત્યને ઉજાગર કરવા અને ખુલ્લેઆમ સમજાવવા સૂચના આપવા કહેવામાં આવ્યું છે.

હક અને બાતિલ એટલે કે સત્ય અને જૂઠ એકબીજામાં ન ભેરવો અલ્લાહ ના બંદાઓ ની ભલામણો કરો
〰〰〰〰〰〰〰〰〰〰


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92