(2).સુરહ બકરહ 103,104

PART:-61

(Quran-Section)


        (2)સુરહ બકરહ

       આયત નં.:-103,104


●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


وَ لَوۡ اَنَّہُمۡ اٰمَنُوۡا وَ اتَّقَوۡا لَمَثُوۡبَۃٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ خَیۡرٌ ؕ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۱۰۳﴾


103).જો તેઓ ઈમાન અને તકવા (ધર્મપરાયણતા અને સંયમ) અપનાવતા, તો અલ્લાહને ત્યાં તેનો જે બદલો મળતો, તે તેમના માટે  વધુ સારો હતો, કાશ તેઓ જાણતા હોત ! (રુકૂઅ-૧ર)

__________________________


یٰۤاَیُّہَا الَّذِیۡنَ اٰمَنُوۡا لَا تَقُوۡلُوۡا رَاعِنَا وَ قُوۡلُوا انۡظُرۡنَا وَ اسۡمَعُوۡا ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ اَلِیۡمٌ ﴿۱۰۴﴾


104).હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો ! 'રાઈના' ન બોલ્યા કરો, બલ્કે 'ઉન્ઝૂર્ના' કહો અને ધ્યાનપૂર્વક વાતને સાંભળો, અને ઇન્કાર કરવાવાળાઓ તો દુઃખદાયક સજાને પાત્ર છે.


તફસીર(સમજુતી):-



આ આયતમાં, અલ્લાહએ તેના મોમિન બંદાઓને કાફિરોની વાણી અને તેમની મુશાબિહત (તેમના જેવા બનતા) રોકે છે. યહૂદીઓ થોડાક શબ્દ જીભ દબાવીને  બોલતા જેનો અર્થ દુષ્ટ થતો.

  જ્યારે તેઓ કહેતા કે અમારી વાત સાંભળો ત્યારે તેઓ 'રાઈના' કહેતા હતા અને આનાથી મુરાદ ઘમંડ અને સરકશી લેતાં


એટલે કે, યહૂદીઓમાં એવા લોકો છે જે વસ્તુઓને મૂળ વાતથી દૂર કરે છે અને કહે છે કે અમે સાંભળીએ છીએ પરંતુ અનુસરતા નથી પોતાની જુબાન ને તોડી મરોડીને મેણાટોણા કરવા માટે 'રાઈના' કહેતા


પરંતુ જો તેઓ કહેતા કે અમે સાંભળ્યું છે અને તેનું પાલન કર્યું છે. અને અમારી તરફ ધ્યાન આપો, તો તેમના માટે વધુ સારું રહ્યું હોત, પરંતુ તેમના કુફ્રના લીધે, અલ્લાહે તેમને પોતાની દયાથી બહાર ફેંકી દીધા છે.

__________________________


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92