સુરહ બકરહ:- 145,146

PART:-86
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-145,146

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَئِنۡ اَ تَيۡتَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ بِكُلِّ اٰيَةٍ مَّا تَبِعُوۡا قِبۡلَتَكَ‌ۚ وَمَآ اَنۡتَ بِتَابِعٍ قِبۡلَتَهُمۡ‌ۚ وَمَا بَعۡضُهُمۡ بِتَابِعٍ قِبۡلَةَ بَعۡضٍؕ وَلَئِنِ اتَّبَعۡتَ اَهۡوَآءَهُمۡ مِّنۡۢ بَعۡدِ مَا جَآءَكَ مِنَ الۡعِلۡمِ‌ۙ اِنَّكَ اِذًا لَّمِنَ الظّٰلِمِيۡنَ‌ۘ (145)

145).અને તમે જો કિતાબવાળાઓને બધા પુરાવા રજૂ કરી દો, પછી પણ તેઓ તમારા કિબ્લાનું અનુસરણ
કરશે નહિં, અને ન તમે તેમના કિબ્લાને માનશો, ન તેઓ આપસમાં એકબીજાના કિબ્લાને માનશે, જો તમે એના સિવાય કે ઈલ્મ તમારી પાસે આવી ગયુ પછી પણ તેમની ઈચ્છાઓ પૂરી કરવા માટે અનુસરણ કરવા લાગ્યા તો બેશક તમે પણ જાલિમ થઈ જશો.'

તફસીર(સમજુતી):-

આ ચેતવણી પહેલા પણ પસાર થઈ ગઈ, હેતુ ઉમ્મતને હોશિયાર કરવાનો છે કે કુરઆન અને હદીસના ઈલ્મ છતા બિદઅતીઓની પાછળ લાગી જવુ જુલમ અને ગુમરાહી છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَّذِيۡنَ اٰتَيۡنٰهُمُ الۡكِتٰبَ يَعۡرِفُوۡنَهٗ كَمَا يَعۡرِفُوۡنَ اَبۡنَآءَهُمۡؕ وَاِنَّ فَرِيۡقًا مِّنۡهُمۡ لَيَكۡتُمُوۡنَ الۡحَـقَّ وَهُمۡ يَعۡلَمُوۡنَ 146

146).જેઓને અમે કિતાબ આપી છે તેઓ તો તેને એવી રીતે ઓળખે છે જેવી રીતે કોઈ પોતાના પુત્રોને ઓળખે છે. તેમનું એક જૂથ સત્યને ઓળખીને પછી છુપાવે છે .

તફસીર(સમજુતી):-

યહૂદી અને ઈસાઈઓ ની કિતાબ માં નબી(ﷺ) વિષે જાણકારી હોવાને લીધે તેઓ આપ(ﷺ)ને એવી રીતે ઓળખે છે જેવી રીતે કે પોતાના પુત્રોને ઓહખતા હોય પણ ઘંમડ અને હસદ ના લીધે અસ્વીકાર કરે છે
☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92