સુરહ બકરહ 142

☘☘☘☘☘☘☘☘☘☘☘

               PART:-83
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-142

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

سَيَقُوۡلُ السُّفَهَآءُ مِنَ النَّاسِ مَا وَلّٰٮهُمۡ عَنۡ قِبۡلَتِهِمُ الَّتِىۡ كَانُوۡا عَلَيۡهَا ‌ؕ قُل لِّلّٰهِ الۡمَشۡرِقُ وَالۡمَغۡرِبُ ؕ يَهۡدِىۡ مَنۡ يَّشَآءُ اِلٰى صِراطٍ مُّسۡتَقِيۡمٍ142)

142).નજીકમાં જ બેવકૂફ લોકો કહેશે કે જે કિબ્લા (જે દિશા તરફ મોઢુ કરીને નમાઝ પઢવામાં આવે છે) પર તેઓ હતા તેનાથી તેમને કઈ વસ્તુએ ફેરવી દીધા?
(આપ) કહી દો કે પૂર્વ અને પશ્ચિમનો માલિક અલ્લાહ
(તઆલા) છે તે જેને ઈચ્છે સીધો રસ્તો દેખાડે છે.

તફસીર(સમજુતી):-

શરૂઆતમાં નમાઝ પઢવાની દિશા બૈતુલ્લાહ તરફ હતી અને આપ(ﷺ) કાબાઅ તરફ વળવાની ઇચ્છા રાખતા હતા, જે કિબલા ઇબ્રાહિમ છે. તે માટે દુઆ કરતાં પછી આકાશ તરફ જોતાં હતાં. છેવટે, અલ્લાહએ કાબાઅ તરફ  મોઢું રાખીને નમાઝ પઢવાનો આદેશ આપ્યો, નમાઝ અલ્લાહની ઇબાદત છે અને ઈબાદત માટે જે આદેશ આપવામાં આવે, ઈબાદત કરનારને તેનુ પાલન કરવાનું હોય છે
☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92