સુરહ બકરહ 144

PART:-85
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-144

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

قَدۡ نَرٰى تَقَلُّبَ وَجۡهِكَ فِى السَّمَآءِ‌‌ۚ فَلَـنُوَلِّيَنَّكَ قِبۡلَةً تَرۡضٰٮهَا‌ ۚ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَحَيۡثُ مَا كُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡهَكُمۡ شَطۡرَهٗ ‌ؕ وَاِنَّ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ لَيَـعۡلَمُوۡنَ اَنَّهُ الۡحَـقُّ مِنۡ رَّبِّهِمۡ‌ؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا يَعۡمَلُوۡنَ (144)

144).અમે તમારૂ મોઢું આકાશની તરફ વારંવાર ઉઠતા
જોઈ રહ્યા છીએ, હવે અમે તમને તે કિબ્લાની તરફ ફેરવી દઈશું, જેનાથી તમે ખુશ થઈ જશો, તમે પોતાનું મોઢું મસ્જિદે હરામ (કાઅબા) તરફ ફેરવી લો અને તમે
ગમે ત્યાં હોવ તમારૂ મોઢું એના તરફ ફેરવી દો.કિતાબવાળાઓને આ વાત અલ્લાહના તરફથી સત્ય
હોવાનું સાચુ ઈલ્મ છે. અને અલ્લાહ (તઆલા) એ કાર્યોથી બેખબર નથી જેને તેઓ કરે છે.

તફસીર(સમજુતી):-

કિતાબવાળાઓની અલગ અને ખાસ કિતાબોમા ખાન-એ-કાઅબહ છેલ્લા નબી નો કિબ્લો હશે તેના પાક્કા ઈશારા છે છતાં ય પોતાના હસદ અને ઘંમડ માં તેને કબુલ કરતાં નથી
☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92