(2(.સુરહ બકરહ 125,126

☘☘☘☘﷽☘☘☘☘☘

🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔

☘☘☘☘☘☘☘☘☘☘☘

               PART:-73
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-125,126

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

 وَاِذۡ جَعَلۡنَا الۡبَيۡتَ مَثَابَةً لِّلنَّاسِ وَاَمۡنًا ؕ وَاتَّخِذُوۡا مِنۡ مَّقَامِ اِبۡرٰهٖمَ مُصَلًّى‌ ؕ وَعَهِدۡنَآ اِلٰٓى اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ اَنۡ طَهِّرَا بَيۡتِىَ لِلطَّآئِفِيۡنَ وَالۡعٰكِفِيۡنَ وَالرُّکَّعِ السُّجُوۡدِ (125)

125).અને અમે બયતુલ્લાહ (કાઅબા)ને લોકો માટે સવાબ (પુણ્ય) અને અમન (સલામતી)ની જગ્યા બનાવી, તમે “મકામે ઈબ્રાહીમ” (ઈબ્રાહીમનું સ્થળ-
મસ્જિદે હરામમાં એક ખાસ જગ્યાનું નામ છે જે કાઅબાના દરવાજાની સામે થોડી ડાબી બાજુ હટીને છે.) ને “મુસલ્લા” (નમાઝ પઢવાની જગ્યા) મુકરર કરી લો, અને અમે ઈબ્રાહીમ અને ઈસ્માઈલ(અ.સ)થી વચન લીધું કે મારા ઘરને તવાફ અને એઅતેકાફ કરનારાઓ, અને રૂકૂઅ અને સિજદો કરનારાઓ માટે પવિત્ર અને સ્વચ્છ રાખો.

તફસીર(સમજુતી):-

"ઈબ્રાહીમનું સ્થળ” થી મતલબ તે પથ્થર છે. જેના પર ઊભા રહી હજરત ઈબ્રાહીમ (અ.સ) કાઅબાને બનાવતા હતા. આ પથ્થર પર ઈબ્રાહીમ (અ.સ)ના પગના નિશાન છે હવે આ પથ્થરને એક કાચમાં સુરક્ષિત કરેલ છે. જેને દરેક હાજી અને ઉમરાહ કરવાવાળા માણસો બૈતુલ્લાહની ઝિયારત વખતે જોઈ શકે છે. આ જગ્યા પર તવાફ પૂરા કર્યા બાદ બે રકાઅત નમાઝ પઢવુ સુન્નત છે.
__________________________

 وَاِذۡ قَالَ اِبۡرٰهٖمُ رَبِّ اجۡعَلۡ هٰذَا بَلَدًا اٰمِنًا وَّارۡزُقۡ اَهۡلَهٗ مِنَ الثَّمَرٰتِ مَنۡ اٰمَنَ مِنۡهُمۡ بِاللّٰهِ وَالۡيَوۡمِ الۡاٰخِرِ‌ؕ قَالَ وَمَنۡ كَفَرَ فَاُمَتِّعُهٗ قَلِيۡلًا ثُمَّ اَضۡطَرُّهٗۤ اِلٰى عَذَابِ النَّارِ‌ؕ وَبِئۡسَ الۡمَصِيۡرُ‏ (126)

126).અને જ્યારે ઈબ્રાહીમે કહ્યું, હે મારા રબ! તુ આ સ્થળને શાંતિમય શહેર બનાવ અને અહિંયા રહેનારાઓને જેઓ અલ્લાહ અને કયામતના દિવસ પર ઈમાન રાખવાવાળા હોય, ફળોની રોજી આપ.'અલ્લાહે કહ્યું કે હું કાફિરોને પણ થોડો ફાયદો આપીશ,પછી તેમને આગના અઝાબ તરફ મજબૂર કરી દઈશ,આ પહોંચવાની ખરાબ જગ્યા છે.

તફસીર(સમજુતી):-

અલ્લાહ તઆલાએ હજરત ઈબ્રાહીમ (અ.સ)ની આ દુઆઓ કબૂલ કરી, આ શહેર અમન (શાંતિ)નું શહેર છે અને ખેતી ન હોવા છતાં દુનિયાના તમામ પ્રકારના ફળો અને દરેક પ્રકારના અનાજ પુષ્કળ પ્રમાણમાં જોઈ માણસ દંગ રહી જાય છે.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92