(2)સુરહ બકરહ 129,130

☘☘☘☘﷽☘☘☘☘☘

🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔

☘☘☘☘☘☘☘☘☘☘☘

               PART:-75
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-129,

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

رَبَّنَا وَابۡعَثۡ فِيۡهِمۡ رَسُوۡلًا مِّنۡهُمۡ يَتۡلُوۡا عَلَيۡهِمۡ اٰيٰتِكَ وَيُعَلِّمُهُمُ الۡكِتٰبَ وَالۡحِكۡمَةَ وَ يُزَكِّيۡهِمۡ‌ؕ اِنَّكَ اَنۡتَ الۡعَزِيۡزُ الۡحَكِيۡمُ (129)

129).અય અમારા રબ! એમનામાં એમનામાંથી એક રસૂલ મોકલ જે એમની પાસે તારી આયતો પઢે અને એમને કિતાબ તથા હિકમત શીખવે અને એમને પવિત્ર કરે, બેશક તુ ગાલિબ (પ્રભાવશાળી) અને હિકમતવાળો છે.

તફસીર(સમજુતી):-

આ હજરત ઈબ્રાહીમ(અ.સ) અને ઈસ્માઈલ(અ.સ)ની અંતિમ દુઆ છે. આ પણ અલ્લાહ તઆલાએ કબૂલ કરી લીધી.
 અને ઈસ્માઈલ(અ.સ) ની સંતાનમાંથી મુહમ્મદ(સ.અ.વ)ને રસુલ બનાવ્યા. એટલા માટે નબી (સ.અ.વ)એ ફરમાવ્યું, “હું મારા બાપ હજરત ઈબ્રાહીમ (અ.સ)ની દુઆ, હજરત ઈસા (અ.સ)ની ખુશખબર અને મારી માનું સ્વપ્ન છું.” (મુસનદ અહમદ સંદર્ભ ઈબ્ને કસીર)

કિતાબથી આશય કુરઆન કરીમ અને હિકમતથી આશય હદીસ છે.
__________________________

وَمَنۡ يَّرۡغَبُ عَنۡ مِّلَّةِ اِبۡرٰهٖمَ اِلَّا مَنۡ سَفِهَ نَفۡسَهٗ ‌ؕ وَلَقَدِ اصۡطَفَيۡنٰهُ فِى الدُّنۡيَا ‌ۚ وَاِنَّهٗ فِى الۡاٰخِرَةِ لَمِنَ الصّٰلِحِيۡنَ (130)

130).અને ઈબ્રાહીમના ધર્મથી તે જ મોઢુ ફેરવશે જે પોતે બેવકૂફ હોય, અમે તો તેને દુનિયામાં પણ
અપનાવી લીધો અને આખિરતમાં પણ તે નેક લોકોમાંથી છે.
__________________________




Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92