સુરહ બકરહ 153,154

PART:-90
         (Quran-Section)

      (2)સુરહ બકરહ
         આયત નં.:-153,154

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يٰٓاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوا اسۡتَعِيۡنُوۡا بِالصَّبۡرِ وَالصَّلٰوةِ ؕ اِنَّ اللّٰهَ مَعَ الصّٰبِرِيۡنَ (153)

153).હે ઈમાનવાળાઓ! સબ્ર (ધૈર્ય) અને નમાઝ વડે મદદ ચાહો, અલ્લાહ (તઆલા) સબ્ર કરનારાઓને સાથ આપે છે.

તફસીર(સમજુતી):-

માણસની બે જ સ્થિતિ હોય છે. સુખ સુવિધા અથવા દુઃખ અને મુસીબત, સુખમાં અલ્લાહનો શુક્ર કરવા પર જોર , અને દુ:ખમાં સબ્ર અને અલ્લાહથી મદદ લેવા પર બળ છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا تَقُوۡلُوۡا لِمَنۡ يُّقۡتَلُ فِىۡ سَبِيۡلِ اللّٰهِ اَمۡوَاتٌ ؕ بَلۡ اَحۡيَآءٌ وَّلٰـكِنۡ لَّا تَشۡعُرُوۡنَ (154)

154).અને અલ્લાહ (તઆલા)ના માર્ગમાં શહીદ થનારાઓને મુર્દા ન કહો, તેઓ જીવિત છે પરંતુ તમે
નથી સમઝતા.

તફસીર(સમજુતી):-

 શહીદોને મુર્દા ન કહેવું તેમના માન-સન્માન માટે છે આ જિંદગી બરઝખી (આલોક-પરલોક વચ્ચેનું જીવન) છે,

જેને સમજવા માટે આપણી અકલ લાચાર છે આ જિંદગી સન્માન અનુસાર નબીઓ, ઈમાનવાળાઓ ત્યાં સુધી કે કાફિરોને પણ પ્રાપ્ત છે શહીદની રૂહ (આત્મા) અને કેટલાક કથન મુજબ ઈમાનવાળાઓની રૂહ પણ એક ચકલીના સ્વરૂપમાં જન્નતમાં જયાં ઈચ્છે ત્યાં ફરે છે. (ઈબ્ને કસીર અને સૂરહ: આલે ઈમરાન:-169 જુઓ)

☘☘☘☘☘☘☘☘☘☘☘

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92