(2)સુરહ બકરહ 137,138


☘☘☘☘﷽☘☘☘☘☘
🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔
☘☘☘☘☘☘☘☘☘☘☘
               PART:-80
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
         આયત નં.:-137,138
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
فَاِنۡ اٰمَنُوۡا بِمِثۡلِ مَآ اٰمَنۡتُمۡ بِهٖ فَقَدِ اهۡتَدَوْا ‌ۚ وَاِنۡ تَوَلَّوۡا فَاِنَّمَا هُمۡ فِىۡ شِقَاقٍ‌ ۚ فَسَيَكۡفِيۡکَهُمُ اللّٰهُ ‌ۚ وَهُوَ السَّمِيۡعُ الۡعَلِيۡمُؕ (137)

137).જો તેઓ તમારા જેવું ઈમાન લાવે તો હિદાયત પામશે, અને જો મોઢું ફેરવશે તો વિરોધમાં છે, અલ્લાહ(તઆલા) તેમનાથી નજીકના ભવિષ્યમાં તમારી મદદ
કરશે. તે સારી રીતે સાંભળવાવાળો અને જાણવાવાળો
છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
صِبۡغَةَ اللّٰهِ ‌ۚ وَمَنۡ اَحۡسَنُ مِنَ اللّٰهِ صِبۡغَةً وَّنَحۡنُ لَهٗ عٰبِدُوۡنَ (138)

138).અલ્લાહનો રંગ અપનાવો અને અલ્લાહ તઆલાથી સારો રંગ કોનો હશે? અમે તો તેની જ
બંદગી કરનારા છીએ.

તફસીર(સમજુતી):-

ઈસાઈઓએ એક પીળા રંગનું પાણી નક્કી કરી રાખ્યું છે. જે દરેક ઈસાઈ છોકરાને અથવા તે દરેક માણસને આપવામાં આવે છે જેનો ઈરાદો ઈસાઈ ધર્મને અપનાવવાનો હોય છે. આ રિવાજનું તેમને ત્યાં
નામ “બૈપ્ટિઝમ” છે આ તેમને ત્યાં બહુ જરૂરી છે એના સિવાય તે કોઈને પવિત્ર હોવાની કલ્પના નથી કરતા,
અલ્લાહ તઆલાએ તેમનું ખંડન કર્યું અને કહ્યું કે સાચો રંગ તો અલ્લાહનો રંગ છે તેનાથી મોટો કોઈ રંગ નથી
અલ્લાહના રંગનો મતલબ તે પ્રાકૃતિક ધર્મ છે. અથવા ઈસ્લામ ધર્મ છે જેની તરફ દરેક નબીએ પોત પોતા" જમાનામાં પોત પોતાની કૌમને બોલાવી અથવા એકેશ્વરવાદ (તૌહીદ) તરફ બોલાવ્યા.
☘☘☘☘☘☘☘☘☘☘☘








Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92