(2)સુરહ બકરહ 136

☘☘☘☘﷽☘☘☘☘☘
🅐🅐🅞 🅠🅤🅡🅐🅝 🅢🅐🅜🅙🅔
☘☘☘☘☘☘☘☘☘☘☘
               PART:-79
         (Quran-Section)
      (2)સુરહ બકરહ
         આયત નં.:-136,
☘☘☘☘☘☘☘☘☘☘☘
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
قُوۡلُوۡٓا اٰمَنَّا بِاللّٰهِ وَمَآ اُنۡزِلَ اِلَيۡنَا وَمَآ اُنۡزِلَ اِلٰٓى اِبۡرٰهٖمَ وَاِسۡمٰعِيۡلَ وَاِسۡحٰقَ وَيَعۡقُوۡبَ وَ الۡاَسۡبَاطِ وَمَآ اُوۡتِىَ مُوۡسٰى وَعِيۡسٰى وَمَآ اُوۡتِىَ النَّبِيُّوۡنَ مِنۡ رَّبِّهِمۡ‌ۚ لَا نُفَرِّقُ بَيۡنَ اَحَدٍ مِّنۡهُمۡ وَنَحۡنُ لَهٗ مُسۡلِمُوۡنَ (136)

136).અય મુસલમાનો!) તમે બધા કહો અમે અલ્લાહ
પર ઈમાન લાવ્યા, અને તેના પર જે અમારા તરફ ઉતારવામાં આવ્યું અને જે ઈબ્રાહીમ, ઈસ્માઈલ, ઈસ્હાક, યાકૂબ અને તેમની સંતાન પર ઉતારવામાં આવ્યું, અને જે કાંઈ અલ્લાહ તરફથી મૂસા, ઈસા અને બીજા નબીઓને આપવામાં આવ્યું અને અમે એમનામાંથી કોઈની વચ્ચે ભેદભાવ નથી કરતા, અમે અલ્લાહના તાબેદાર છીએ'.

તફસીર(સમજુતી):-

એટલે કે ઈમાન તે છે, જે તમામ નબીઓને અલ્લાહ તઆલા તરફથી જે કંઈ મળ્યું અથવા તેમની ઉપર ઉતર્યું, બધા પર ઈમાન લાવવામાં આવે, કોઈ પણ કિતાબ અથવા રસૂલનો ઈન્કાર ન કરવામાં આવે, કોઈ એક કિતાબ અથવા નબીને માનવું, કોઈને ન માનવું, આ નબીઓમાં ફર્ક જાહેર કરે છે. જેને ઈસ્લામે સારૂ નથી કહ્યું. પરંતુ હવે અમલ ફક્ત કુરઆન કરીમના કાનૂન અને આદેશ અનુસાર થશે, પહેલાની કિતાબો અનુસાર નહિ. કેમ કે પહેલા તો તે પોતાના અસલ સ્વરૂપમાં નથી, બદલાયેલી છે, બીજુ કુરઆને તે બધા જ હુકમોને રદ કરી દીધા છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘













Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92