સુરહ બકરહ 149,150

PART:-88

         (Quran-Section)


      (2)સુરહ બકરહ

         આયત નં.:-149,150


☘☘☘☘☘☘☘☘☘☘☘


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘☘


وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَاِنَّهٗ لَـلۡحَقُّ مِنۡ رَّبِّكَؕ وَمَا اللّٰهُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ (149)


149).અને તમે જયાંથી નીકળો પોતાનું મોઢું મસ્જિદે હરામ તરફ કરી લો, આ જ સત્ય છે તમારા રબ તરફથી અને જે કંઈ તમે કરો છો અલ્લાહ તેનાથી બેખબર નથી.


☘☘☘☘☘☘☘☘☘☘☘


وَمِنۡ حَيۡثُ خَرَجۡتَ فَوَلِّ وَجۡهَكَ شَطۡرَ الۡمَسۡجِدِ الۡحَـرَامِؕ وَحَيۡثُ مَا كُنۡتُمۡ فَوَلُّوۡا وُجُوۡهَڪُمۡ شَطۡرَهٗ ۙ لِئَلَّا يَكُوۡنَ لِلنَّاسِ عَلَيۡكُمۡ حُجَّةٌ اِلَّا الَّذِيۡنَ ظَلَمُوۡا مِنۡهُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَاخۡشَوۡنِىۡ وَلِاُتِمَّ نِعۡمَتِىۡ عَلَيۡكُمۡ وَلَعَلَّكُمۡ تَهۡتَدُوۡنَ (150)


150).અને જે જગ્યાએથી તમે નીકળો પોતાનું મોઢું મસ્જિદે

હરામ તરફ ફેરવી દો અને જ્યાં પણ તમે રહો તમારૂ મોઢું

એના તરફ કરી લો, જેથી લોકોની કોઈ દલીલ તમારા પર 

બાકી ન રહી જાય, એમના સિવાય જેમણે એમનામાંથી જુલ્મ

કર્યા છે, તમે એમનાથી ન ડરો' મારાથી જ ડરો જેથી હું મારી

ને'મત તમારા પર પૂરી કરી દઉં. અને એટલા માટે પણ કે તમે

હિદાયત પામી શકો.


તફસીર(સમજુતી):-


ત્રીજી વખત વર્ણન કરવાનો હેતુ એ છે કે મુસલમાનો ના દિમાગમાં તે દિશા કોઈપણ શંકા વિના બેસી જાય અને યહૂદી જાણતા હતાં કિબ્લા વિષે છતાંય અસ્વીકાર કરતા હતા જેથી તેમની કોઈ દલીલ બાકી ન રહે, જાલિમોથી ન ડરો એટલે મુર્તિપૂજકો ની વાતોથી ચિંતા ન કરો


☘☘☘☘☘☘☘☘☘☘☘


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92