(2).સુરહ બકરહ 100,101

PART:-59 (Quran-Section)
        

(2)સુરહ બકરહ       

    આયત નં.:-100,101

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


اَوَ کُلَّمَا عٰہَدُوۡا عَہۡدًا نَّبَذَہٗ فَرِیۡقٌ مِّنۡہُمۡ ؕ بَلۡ اَکۡثَرُہُمۡ لَا یُؤۡمِنُوۡنَ ﴿۱۰۰﴾

100).જ્યારે તેમણે કોઈ કરાર કર્યો તો તેમનામાંથી કોઈ-ને-કોઈ જૂથે તેને તોડી નાખ્યો બલ્કે તેમનામાંથી ઘણાંખરા એવા જ છે, જેઓ બેઈમાન છે.

__________________________


وَ لَمَّا جَآءَہُمۡ رَسُوۡلٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ نَبَذَ فَرِیۡقٌ مِّنَ الَّذِیۡنَ اُوۡتُوا الۡکِتٰبَ ٭ۙ کِتٰبَ اللّٰہِ وَرَآءَ ظُہُوۡرِہِمۡ کَاَنَّہُمۡ لَا یَعۡلَمُوۡنَ ﴿۱۰۱﴾۫

101).અને જ્યારે તેમના પાસે અલ્લાહ તરફથી કોઈ પયગંબર તે ગ્રંથની પુષ્ટિ અને સમર્થન કરતો આવ્યો જે તેમને ત્યાં અગાઉથી મોજૂદ હતો, ત્યારે આ ગ્રંથવાળાઓમાંથી એક જૂથે અલ્લાહના ગ્રંથને એવી રીતે પીઠ પાછળ નાખ્યો, જાણે કે તેઓ કશું જાણતા જ નથી.

તફસીર(સમજુતી):-

અલ્લાહ તઅ્લા પોતાના નબી (સ.અ.વ) ને ખિતાબ કરીને બતાવી રહ્યો છે કે અમે આપ(ﷺ) ને ધણી આયતો અને બયાનાત આપ્યાં છે જેને જોઈને યહૂદીઓ ઈમાન લાવવાનું હતું

આ સિવાય પણ તેઓની કિતાબ તૌરાત માં પણ   આપ( ﷺ) ની નિશાનીઓ નુ ઝિક્ર અને આપ( ﷺ ) પર ઈમાન લાવવાનો કરાર મૌજુદ છે                          

 તેઓએ તો આની પેહલા પણ કરારની કઈ પરવા કરેલી તો હવે કરશે, હંમેશા તેમના જૂથની ટેવ રહી છે. અલ્લાહની કિતાબને  જાણે કે તેઓ જાણતા ન હોય.

__________________________


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92