(2).સુરહ બકરહ 105,106

PART:-62

(Quran-Section)


        (2)સુરહ બકરહ

       આયત નં.:-105,106


●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


مَا یَوَدُّ الَّذِیۡنَ کَفَرُوۡا مِنۡ اَہۡلِ الۡکِتٰبِ وَ لَا الۡمُشۡرِکِیۡنَ اَنۡ یُّنَزَّلَ عَلَیۡکُمۡ مِّنۡ خَیۡرٍ مِّنۡ رَّبِّکُمۡ ؕ وَ اللّٰہُ یَخۡتَصُّ بِرَحۡمَتِہٖ مَنۡ یَّشَآءُ ؕ وَ اللّٰہُ ذُو الۡفَضۡلِ الۡعَظِیۡمِ ﴿۱۰۵﴾ 


105). ન તો કિતાબવાળાઓના કાફિરો અને ન મૂર્તિપૂજકો ચાહે છે કે તમારા પર તમારા રબ તરફથી ભલાઈ ઉતરે (તેમની આ ઈર્ષાથી શું થયું?) અલ્લાહ તઆલા જેને ઈચ્છે પોતાની કૃપા ખાસ તરીકાથી

આપી દે અને અલ્લાહ મોટો મહેરબાન છે.

__________________________


مَا نَنۡسَخۡ مِنۡ اٰیَۃٍ اَوۡ نُنۡسِہَا نَاۡتِ بِخَیۡرٍ مِّنۡہَاۤ اَوۡ مِثۡلِہَا ؕ اَلَمۡ تَعۡلَمۡ اَنَّ اللّٰہَ عَلٰی کُلِّ شَیۡءٍ قَدِیۡرٌ ﴿۱۰۶﴾ 


106. જે આયતને અમે રદ કરીએ અથવા ભૂલાવી દઈએ તેનાથી સારી અથવા તેના જેવી બીજી લાવીએ છીએ, શું તમે નથી જાણતા કે અલ્લાહ દરેક વસ્તુ પર

કુદરત ધરાવે છે.


તફસીર(સમજુતી):-


 શબ્દ ( نَنۡسَخۡ) નો શાબ્દિક અર્થ નકલ કરવાનો થાય છે પરંતુ ધાર્મિક પરિભાષામાં એક હુકમને રદ કરી બીજો હુકમ ઉતારવાનો છે, આ બદલાવ અલ્લાહ તઆલા તરફથી થયો છે. જેમ કે આદમ (અ.સ)ના સમયમાં સગા ભાઈ-બહેનમાં શાદી માન્ય હતી, પછી તેને હરામ કરી દેવામાં આવી. આ રીતે કુરઆનમાં પણ અલ્લાહ તઆલાએ કેટલાક હુકમ રદ કરી તેમની જગ્યાએ નવા કાનૂન ઉતાર્યા છે. (અહસનુલ બયાન)

__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92