(2).સુરહ બકરહ 102

PART:-60

(Quran-Section)


        (2)સુરહ બકરહ

       આયત નં.:-102


●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

_________________________


وَ اتَّبَعُوۡا مَا تَتۡلُوا الشَّیٰطِیۡنُ عَلٰی مُلۡکِ سُلَیۡمٰنَ ۚ وَ مَا کَفَرَ سُلَیۡمٰنُ وَ لٰکِنَّ الشَّیٰطِیۡنَ کَفَرُوۡا یُعَلِّمُوۡنَ النَّاسَ السِّحۡرَ ٭ وَ مَاۤ اُنۡزِلَ عَلَی الۡمَلَکَیۡنِ بِبَابِلَ ہَارُوۡتَ وَ مَارُوۡتَ ؕ وَ مَا یُعَلِّمٰنِ مِنۡ اَحَدٍ حَتّٰی یَقُوۡلَاۤ اِنَّمَا نَحۡنُ فِتۡنَۃٌ فَلَا تَکۡفُرۡ ؕ فَیَتَعَلَّمُوۡنَ مِنۡہُمَا مَا یُفَرِّقُوۡنَ بِہٖ بَیۡنَ الۡمَرۡءِ وَ زَوۡجِہٖ ؕ وَ مَا ہُمۡ بِضَآرِّیۡنَ بِہٖ مِنۡ اَحَدٍ اِلَّا بِاِذۡنِ اللّٰہِ ؕ وَ یَتَعَلَّمُوۡنَ مَا یَضُرُّہُمۡ وَ لَا یَنۡفَعُہُمۡ ؕ وَ لَقَدۡ عَلِمُوۡا لَمَنِ اشۡتَرٰىہُ مَا لَہٗ فِی الۡاٰخِرَۃِ مِنۡ خَلَاقٍ ۟ؕ وَ لَبِئۡسَ مَا شَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ ؕ لَوۡ کَانُوۡا یَعۡلَمُوۡنَ ﴿۱۰۲﴾ 


102). અને તે વસ્તુઓનું અનુસરણ કરવા લાગ્યા, જે શેતાનો સુલેમાનના રાજ્યમાં રજૂ કરતા રહેતા હતા, જો કે સુલેમાને ક્યારેય કુફ્ર નથી કર્યું, કુફ્ર કરવાવાળા તો તે શેતાનો હતા, જેઓ લોકોને જાદુનું શિક્ષણ આપતા હતા. તેઓ પાછળ પડ્યા તે વસ્તુની જે શહેર બાબિલમાં બે ફરિશ્તાઓ, હારૂત અને મારૂત ઉપર ઉતારવામાં આવી હતી, જો કે તેઓ (ફરિશ્તાઓ) જ્યારે પણ કોઈને તેનું શિક્ષણ આપતા હતા, તો પહેલાં સ્પષ્ટપણે ચેતવી દેતા હતા કે ''જુઓ, અમે તો માત્ર એક પરીક્ષામાં છીએ. તમે કુફ્રમાં ન પડો.'' તેમ છતાં પણ તે લોકો તેમના પાસેથી તે વસ્તુ શીખતા હતા, જેનાથી પતિ અને પત્નીને વિખૂટા પાડી દેવાય. સ્પષ્ટ હતું કે અલ્લાહની મરજી વિના તેઓ તેના દ્વારા કોઈને પણ નુકસાન પહોંચાડી શકતા ન હતા, તેમ છતાં તેઓ એવી વસ્તુ શીખતા હતા જે સ્વયં તેમના માટે લાભદાયક નહીં, બલ્કે હાનિકારક હતી અને તેઓ સારી રીતે જાણતા હતા કે જે આ વસ્તુનો ખરીદનાર બન્યો, તેના માટે આખિરત (પરલોક)માં કોઈ હિસ્સો નથી. કેટલી ખરાબ પૂંજી હતી, જેના બદલામાં તેમણે પોતાના પ્રાણોને વેચી નાખ્યા, કદાચ તેઓ જાણતા હોત !


તફસીર(સમજુતી):-


એટલે કે,યહૂદીઓએ અલ્લાહની કિતાબ અને તેના કરારની કોઈ પરવા નહોતી કરી, જો કે, શેતાનને અનુસરીને, તેઓ ફક્ત જાદુનાટોણા પર અમલ કરતાં રહ્યાં

પરંતુ, તેમણે દાવો કર્યો કે હઝરત સુલેમાન અ.સ. (نعوذ باللہ ) અલ્લાહના પયગંબર નહીં પણ જાદુગર હતા અને જાદુ દ્વારા શાસન કરતાં હતા.


અલ્લાહ કહે છે કે:- સુલેમાન અ.સ.એ જાદુનો અમલ નથી કર્યો, જાદુ તો ફક્ત કુફ્ર છે, તો પછી હઝરત સુલેમાન અ.સ. કઈ કરી શકે?

 

તેઓ કહે છે કે સુલેમાન અ.સ.ના સમયમાં જાદુની પ્રથા ખૂબ સામાન્ય હતી.


પરંતુ સુલેમાન અ.સ. એ તેમની સુજબુઝ થી જાદુઈ પુસ્તકો લીધાં અને તેને પોતાની ખુરશી અથવા સિંહાસનની નીચે દફનાવી દીધા.


હઝરત સુલેમાન અ.સ.ના મૃત્યુ પછી, શૈેતાનો અને જાદુગરોએ તે કિતાબોને બહાર તો લાવ્યા પણ  લોકોની સામે જાહેર પણ કરી

  અને તેમને વિશ્વાસ અપાવ્યો કે સુલેમાન અ.સ.ની શક્તિ અને અધિકારનું રહસ્ય આ જાદુની પ્રથા હતી. આ વાત પર જાલિમોએ હઝરત સુલેમાન અ.સ. કાફિર (અવિશ્વાસુ) જાહેર કરી દીધા જેે વાતને  અલ્લાહ એ કુરઆન ની આ આયત દ્રારા નકારી કાઢી  (ઇબ્ને કથીર). واللہ عالم

__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92