Posts

Showing posts from November, 2019

(2).સુરહ બકરહ 98,99

Image
PART:-58 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-98,99 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ مَنۡ کَانَ عَدُوًّا لِّلّٰہِ وَ مَلٰٓئِکَتِہٖ وَ رُسُلِہٖ وَ جِبۡرِیۡلَ وَ مِیۡکٰىلَ فَاِنَّ اللّٰہَ عَدُوٌّ لِّلۡکٰفِرِیۡنَ ﴿۹۸﴾ 98).જેઓ અલ્લાહ અને તેના ફરિશ્તાઓ અને તેના પયગંબરો અને જિબ્રઈલ અને મીકાઈલના દુશ્મનો છે, અલ્લાહ તે કાફિરોનો દુશ્મન છે. __________________________ وَ لَقَدۡ اَنۡزَلۡنَاۤ اِلَیۡکَ اٰیٰتٍۭ بَیِّنٰتٍ ۚ وَ مَا یَکۡفُرُ بِہَاۤ اِلَّا الۡفٰسِقُوۡنَ ﴿۹۹﴾ 99).અમે તમારા તરફ એવી આયતો અવતરિત કરી છે જે સ્પષ્ટપણે સત્યને જાહેર કરનારી છે અને તેના અનુસરણથી માત્ર તે જ લોકો ઇન્કાર કરે છે, જેઓ અવજ્ઞાકારી છે. તફસીર(સમજુતી):- એટલે કે, મુહમ્મદ (સ.અ.વ.) અમે તે નિશાનીઓ મોકલી છે જે તમારી નબુવતનો સ્પષ્ટ પુરાવો  છે, યહૂદીઓની વિશિષ્ટ માહિતી, તેમની કિતાબોમાં છુપાયેલી વાતો,  વગેરે વગેરે, આ બધું પવિત્ર કુરાનમા...

(2).સુરહ બકરહ 97

Image
PART:-57 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-97 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ قُلۡ مَنۡ کَانَ عَدُوًّا لِّجِبۡرِیۡلَ فَاِنَّہٗ نَزَّلَہٗ عَلٰی قَلۡبِکَ بِاِذۡنِ اللّٰہِ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ وَ ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۹۷﴾ 97).તેમને કહો કે જે કોઈ જિબ્રઈલ સાથે દુશ્મની રાખતો હોય, તેને ખબર હોવી જોઈએ કે જિબ્રઈલે અલ્લાહના જ હુકમથી આ કુઆર્ન તમારા હૃદય પર અવતરિત કર્યું છે, જે અગાઉ આવેલા ગ્રંથોની પુષ્ટિ કરે છે અને ઈમાન લાવનારાઓ માટે માર્ગદર્શન અને સફળતાની ખુશખબર બનીને આવ્યું છે. તફસીર(સમજુતી):- ઈમામ અબુ જાફર તબરી (ર.અ.) કહે છે કે બધા વિદ્વાનો આ વાત પર સહમત છે કે જ્યારે યહૂદીઓએ જીબ્રાઈલને તેમના દુશ્મન કહ્યું અને તેમના મિત્ર તરીકે માઇકલ નુ નામ લીધું, ત્યારે તેના જવાબ માં આ આયત નાઝિલ કરવામાં આવી પરંતુ કેટલાક કહે છે કે તેમણે આ વાત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથેની વાતચીતમાં કરી હતી. અને ...

(2)સુરહ બકરહ 96

Image
PART:-56 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-96 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَتَجِدَنَّہُمۡ اَحۡرَصَ النَّاسِ عَلٰی حَیٰوۃٍ ۚۛ وَ مِنَ الَّذِیۡنَ اَشۡرَکُوۡا ۚۛ یَوَدُّ اَحَدُہُمۡ لَوۡ یُعَمَّرُ اَلۡفَ سَنَۃٍ ۚ وَ مَا ہُوَ بِمُزَحۡزِحِہٖ مِنَ الۡعَذَابِ اَنۡ یُّعَمَّرَ ؕ وَ اللّٰہُ بَصِیۡرٌۢ بِمَا یَعۡمَلُوۡنَ ﴿٪۹۶﴾ (96).તમે જોશો કે આ લોકો જીવવાની સૌથી વધુ લાલસા ધરાવે છે, બલ્કે આ બાબતમાં તેઓ મુશ્રિકો (અનેકેશ્વરવાદીઓ) કરતાં પણ આગળછે. તેમનામાંથી એકેએક વ્યક્તિ એવું ઇચ્છે છે કે કોઈ પણ રીતે હજારવર્ષ જીવે, જો કે લાંબું આયુષ્ય તેમને સજાથી તો દૂર રાખી શકતું નથી. જે કંઈ કૃત્યો તેઓ કરી રહ્યા છે, અલ્લાહ તો તેને જુએ જ છે. (રુકૂઅ-૧૧) તફસીર(સમજુતી):- આ આયત બતાવે છે કે યહૂદીઓ હંમેશાં તેમના દાવાઓમાં જૂઠું કહેતા હતા કે તેઓ અલ્લાહ ના પ્યારા અને મેહબુબ બંદાઓ છે અને સ્વર્ગ ના હકદાર છે, અને બીજા જહન્નમી છે જો કદાચ ...

(2).સુરહ બકરહ 94,95

Image
PART:-55 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-94,95 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ قُلۡ اِنۡ کَانَتۡ لَکُمُ الدَّارُ الۡاٰخِرَۃُ عِنۡدَ اللّٰہِ خَالِصَۃً مِّنۡ دُوۡنِ النَّاسِ فَتَمَنَّوُا الۡمَوۡتَ اِنۡ کُنۡتُمۡ صٰدِقِیۡنَ ﴿۹۴﴾ 94).તેમને કહો કે જો હકીકતમાં અલ્લાહ પાસે આખિરત (પરલોક)નું ઘર તમામ મનુષ્યોને છોડીને માત્ર તમારા માટે જ વિશિષ્ટ હોય, તો તમારે મૃત્યુની ઇચ્છા કરવી જોઈએ, જો તમે તમારા આ વિચારમાં સાચા છો. તફસીર(સમજુતી):- હઝરત અબ્દુલ્લાહ બિન અબ્બાસ (ર.અ.) કહે છે કે યહૂદીઓને અલ્લાહ એ મુહમ્મદ (સ.અ.વ.) દ્રારા મૌખિક સંદેશ આપવામાં આવ્યો હતો કે જો તમે સત્યવાદી હોવ તો સ્પર્ધામાં આવો અને આપણે અલ્લાહને પ્રાર્થના કરીશું કે તે આપણા વચ્ચે જે જૂઠા છે તેને હલાક કરી નાખે  પરંતુ એવી આગાહી પણ કરી કે તેઓ કદી સહમત નહીં થાય, જેથી તેઓ કદી પણ હરીફાઈમાં ન આવ્યા કારણ કે તેઓ દીલ થી હુઝુર સલ્લલ્લાહુ અલયહી વસ્સલ્લમ ને...

(2).સુરહ બકરહ 93

Image
 PART:-54 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-93 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اسۡمَعُوۡا ؕ قَالُوۡا سَمِعۡنَا وَ عَصَیۡنَا ٭ وَ اُشۡرِبُوۡا فِیۡ قُلُوۡبِہِمُ الۡعِجۡلَ بِکُفۡرِہِمۡ ؕ قُلۡ بِئۡسَمَا یَاۡمُرُکُمۡ بِہٖۤ اِیۡمَانُکُمۡ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۳﴾ 93).પછી જરા તે કરારને યાદ કરો, જે તૂરને તમારા ઉપર ઉઠાવીને અમે તમારા પાસેથી લીધો હતો. અમે તાકીદ કરી હતી કે જે માર્ગદર્શન અમે આપી રહ્યા છીએ તેનું ચુસ્તપણે પાલન કરો અને ધ્યાનપૂર્વક સાંભળો. તમારા પૂર્વજોએ કહ્યું કે અમે સાંભળી લીધું, પરંતુ માનીશું નહીં અને તેમના કુફ્ર (ઇન્કાર)ની સ્થિતિ એ હતી કે તેમના હૃદયમાં વાછરડું જ વસી ગયું હતું. કહો, ''જો તમે ઈમાનવાળા છો, તો આ વિચિત્ર ઈમાન ખરાબ કૃત્યોનો તમને આદેશ આપે છે.'' તફસીર(સમજુતી):- અલ્લાહ ...

(2).સુરહ બકરહ 92

Image
PART:-53 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-92 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَقَدۡ جَآءَکُمۡ مُّوۡسٰی بِالۡبَیِّنٰتِ ثُمَّ اتَّخَذۡتُمُ الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِہٖ وَ اَنۡتُمۡ ظٰلِمُوۡنَ ﴿۹۲﴾ 92).તમારી પાસે મૂસા કેવી-કેવી સ્પષ્ટ નિશાનીઓ સાથે આવ્યા. છતાં પણ તમે એવા અત્યાચારી હતા કે તેમની પીઠ ફરતાં જ વાછરડાને ઉપાસ્ય બનાવી બેઠાં. અને તમે પોતાના પણ જુલ્મ કર્યો તફસીર(સમજુતી):- શું તમને મૂસા(અ.સ.)એ.મોટા મોટા ચમત્કાર ના બતાવ્યા, જેવા કે તોફાન, તીડ્સ, જૂ, દેડકા, લોહી વગેરે મુસા(અ.સ.) ની બદદુઆ દ્વારા મોટા ચમત્કારો તમે જોયા છે, અને લાકડીનુ સાપ બનવું,હાથ ચંદ્ર ની જેમ તેજસ્વી  બન્યો, દરીયાને ફાડી નાખવા. પથ્થર માંથી પાણી વાદળોને છાયો કરવો મન્ન અને સલવા નીચે આવવું, ખડકમાંથી પ્રવાહોને છોડવું વગેરે. તે બધા જ મહાન ચમત્કારો  જે મુસા(અ.સ.)ની નબુવત(ઈર્શદુત) અને અલ્લાહની એકેશ્વરવાદના સ્પષ્ટ પુરાવાઓ હતા જે ...

(2)સુરહ બકરહ 91

Image
 PART:-52 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-91 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذَا قِیۡلَ لَہُمۡ اٰمِنُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ قَالُوۡا نُؤۡمِنُ بِمَاۤ اُنۡزِلَ عَلَیۡنَا وَ یَکۡفُرُوۡنَ بِمَا وَرَآءَہٗ ٭ وَ ہُوَ الۡحَقُّ مُصَدِّقًا لِّمَا مَعَہُمۡ ؕ قُلۡ فَلِمَ تَقۡتُلُوۡنَ اَنۡۢبِیَآءَ اللّٰہِ مِنۡ قَبۡلُ اِنۡ کُنۡتُمۡ مُّؤۡمِنِیۡنَ ﴿۹۱﴾ જ્યારે તેઓને કહેવામાં આવે છે કે જે કંઈ અલ્લાહે અવતરિત કર્યું છે, તેના પર ઈમાન લાવો, તો તેઓ કહે છે, ''અમે તો માત્ર તે વસ્તુ ઉપર ઈમાન લાવીએ છીએ, જે અમારા ત્યાં (અર્થાત્ ઇસરાઈલના વંશજોમાં) અવતરિત થઈ છે.'' આના સિવાય જે કંઈ છે, તેને માનવાનો તેઓ ઇન્કાર કરે છે, જો કે તે સત્ય છે અને તે શિક્ષણનું સમર્થન કરી રહ્યું છે જે તેઓના ત્યાં પહેલાથી મોજૂદ હતું. સારું, તો તેમને કહો, ''જો તમે તે શિક્ષણ ઉપર જ ઈમાન ધરાવનારા છો, તો તેના અગાઉ અલ્લાહના તે પયગંબરોને (જેઓ પોતે ઇસર...

(2).સુરહ બકરહ 90

Image
PART:-51 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-90 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ بِئۡسَمَا اشۡتَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ اَنۡ یَّکۡفُرُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ بَغۡیًا اَنۡ یُّنَزِّلَ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ۚ فَبَآءُوۡ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۹۰﴾ 90).ઘણી ખરાબ વાત છે જેના બદલામાં તેમણે પોતાની જાતને વેચી નાંખી કે જે માર્ગદર્શન અલ્લાહે મોકલ્યું છે, તેને સ્વીકારવાથી માત્ર એ હઠધર્મીને કારણે ઇન્કાર કરી રહ્યા છે કે અલ્લાહે પોતાની કૃપા (વહ્ય–દિવ્ય પ્રકાશના અને રિસાલત–ઈશદૂતત્વ) દ્વારા પોતાના જે બંદાને પોતે ઇચ્છ્યું, નવાજી દીધો. એટલા માટે હવે આ પ્રકોપ-ઉપર-પ્રકોપને પાત્ર થઈ ગયા છે અને આવા કાફિરો (વિધર્મીઓ) માટે સખત અપમાનજનક  સજા નિશ્ચિત છે. તફસીર(સમજુતી):- આ આયતનો ખુલાસો એ છે કે યહૂદીઓએ મુહમ્મદ(સ.અ.વ)ની પુષ્ટિ કરવાને બદલે નકાર્યા અને ...

સુરહ બકરહ 89

Image
PART:-50 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-89 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ لَمَّا جَآءَہُمۡ کِتٰبٌ مِّنۡ عِنۡدِ اللّٰہِ مُصَدِّقٌ لِّمَا مَعَہُمۡ ۙ وَ کَانُوۡا مِنۡ قَبۡلُ یَسۡتَفۡتِحُوۡنَ عَلَی الَّذِیۡنَ کَفَرُوۡا ۚۖ فَلَمَّا جَآءَہُمۡ مَّا عَرَفُوۡا کَفَرُوۡا بِہٖ ۫ فَلَعۡنَۃُ اللّٰہِ عَلَی الۡکٰفِرِیۡنَ ﴿۸۹﴾ 89). અને હવે જ્યારે એક ગ્રંથ અલ્લાહ તરફથી તેમની પાસે આવ્યો છે, કે તે એ ગ્રંથની પુષ્ટિ કરે છે જે તેમની પાસે અગાઉથી મોજૂદ હતો.તેના આગમન અગાઉ કુફ્ર કરનાર લોકો ઉપર (કુરઆન વડે) વિજયી થવા ઈચ્છતા હતા પણ જ્યારે તેમની પાસે (કુરઆન) આવ્યું જેને તેઓ ઓળખી પણ ગયા, ત્યારે તેમણે તેને માનવાનો ઇન્કાર કરી દીધો. અલ્લાહનો ધિક્કાર છે આ ઇન્કાર કરવાવાળાઓ ઉપર. તફસીર(સમજુતી):- જ્યારે પણ યહૂદીઓ અને અરબો વચ્ચે ઝઘડો થતો ત્યારે યહુદીઓ કહેતા હતા કે ટૂંક સમયમાં અલ્લાહ ની સાચી કિતાબ(કુરઆન)ને લઈને અલ્લાહ ના સર્વોચ્ચ ...

(2)સુરહ બકરહ 88

Image
PART:-49 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-88 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ قَالُوۡا قُلُوۡبُنَا غُلۡفٌ ؕ بَلۡ لَّعَنَہُمُ اللّٰہُ بِکُفۡرِہِمۡ فَقَلِیۡلًا مَّا یُؤۡمِنُوۡنَ ﴿۸۸﴾ 88).તેઓ કહે છે કે અમારા હૃદય સુરક્ષિત છે. નહીં, સાચી વાત એ છે કે તેમના કુફ્ર (ઇન્કાર)ના કારણે તેમના પર અલ્લાહની ફિટકાર પડી છે, એટલા માટે તેઓ ભાગ્યે જ ઈમાન લાવે છે. તફસીર(સમજુતી):- યહૂદીઓની એક કહેવત એવી પણ હતી કે અમારા હૃદય ઈલ્મ થી ભરેલા છે, હવે અમને નવા ઈલ્મ ની જરૂર નથી એટલે કે કુરઆન ની તાલીમ ની, તેથી જ અલ્લાહ એ જવાબ આપ્યો કે ઈલ્મ થી નહીં લાનત થી ભરેલા છે અને જેના પર લાનતે ઈલાહી હોય તેમના નસીબે ઈમાન હોતું નથી __________________________

(2).સુરહ બકરહ 86,87

Image
PART:-48 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-86,87, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اُولٰٓئِکَ الَّذِیۡنَ اشۡتَرَوُا الۡحَیٰوۃَ الدُّنۡیَا بِالۡاٰخِرَۃِ ۫ فَلَا یُخَفَّفُ عَنۡہُمُ الۡعَذَابُ وَ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿٪۸۶﴾ 86).આ તે લોકો છે, જેમણે આખિરત વેચીને દુનિયાનું જીવન ખરીદી લીધું છે, એટલા માટે ન તેમની સજામાં કોઈ ઘટાડો થશે અને ન તેમને કોઈ મદદ મળી શકશે. (રુકૂઅ-૧૦) __________________________ وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ قَفَّیۡنَا مِنۡۢ بَعۡدِہٖ بِالرُّسُلِ ۫ وَ اٰتَیۡنَا عِیۡسَی ابۡنَ مَرۡیَمَ الۡبَیِّنٰتِ وَ اَیَّدۡنٰہُ بِرُوۡحِ الۡقُدُسِ ؕ اَفَکُلَّمَا جَآءَکُمۡ رَسُوۡلٌۢ بِمَا لَا تَہۡوٰۤی اَنۡفُسُکُمُ اسۡتَکۡبَرۡتُمۡ ۚ فَفَرِیۡقًا کَذَّبۡتُمۡ ۫ وَ فَرِیۡقًا تَقۡتُلُوۡنَ ﴿۸۷﴾ 87).અમે મૂસાને ગ્રંથ આપ્યો, ત્યારબાદ નિરંતર પયગંબરો મોકલ્યાં, છેવટે મરયમના પુત્ર ઈસાને સ્પષ્ટ નિશાનીઓ આપીને ...

(2).સુરહ બકરહ 84,85

Image
PART:-47 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-84,85, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ لَا تَسۡفِکُوۡنَ دِمَآءَکُمۡ وَ لَا تُخۡرِجُوۡنَ اَنۡفُسَکُمۡ مِّنۡ دِیَارِکُمۡ ثُمَّ اَقۡرَرۡتُمۡ وَ اَنۡتُمۡ تَشۡہَدُوۡنَ ﴿۸۴﴾ 84).પછી જરા યાદ કરો, અમે તમારા પાસેથી પાકું વચન લીધું હતું કે પરસ્પર એકબીજાનું લોહી ન વહાવજો અને ન તો એકબીજાને ઘરથી બેઘર કરજો. તમે આનો એકરાર કર્યો હતો, તમે પોતે તેના સાક્ષી છો. __________________________ ثُمَّ اَنۡتُمۡ ہٰۤـؤُلَآءِ تَقۡتُلُوۡنَ اَنۡفُسَکُمۡ وَ تُخۡرِجُوۡنَ فَرِیۡقًا مِّنۡکُمۡ مِّنۡ دِیَارِہِمۡ ۫ تَظٰہَرُوۡنَ عَلَیۡہِمۡ بِالۡاِثۡمِ وَ الۡعُدۡوَانِ ؕ وَ اِنۡ یَّاۡتُوۡکُمۡ اُسٰرٰی تُفٰدُوۡہُمۡ وَ ہُوَ مُحَرَّمٌ عَلَیۡکُمۡ اِخۡرَاجُہُمۡ ؕ اَفَتُؤۡمِنُوۡنَ بِبَعۡضِ الۡکِتٰبِ وَ تَکۡفُرُوۡنَ بِبَعۡضٍ ۚ فَمَا جَزَآءُ مَنۡ یَّفۡعَلُ ذٰلِکَ مِنۡکُمۡ اِل...

(2).સુરહ બકરહ 82,83

Image
PART:-46 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-82,83, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَنَّۃِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿٪۸۲﴾ 82).અને જે લોકો ઈમાન લાવશે અને સદકાર્ય કરશે તેઓ જ જન્નતી છે અને જન્નતમાં તેઓ હંમેશા રહેશે. (રુકૂઅ-૯) તફસીર(સમજુતી):- આ આયત માં યહુદીઓ જે દાવો કરતાં હતા તેનો જવાબ આપ્યો છે કે જે લોકો ઈમાનવાળા હશે અને નેક આમાલ કર્યો હશે તેઓ હંમેશાં જન્નત માં રહેશે __________________________ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ لَا تَعۡبُدُوۡنَ اِلَّا اللّٰہَ ۟ وَ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا وَّ ذِی ‌الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ قُوۡلُوۡا لِلنَّاسِ حُسۡنًا وَّ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ ؕ ثُمَّ تَوَلَّیۡتُمۡ اِلَّا قَلِیۡلًا مِّنۡکُمۡ وَ اَنۡتُمۡ مُّعۡرِضُ...

(2).સુરહ બકરહ:- 80,81

Image
 PART:-45 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-80,81, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ قَالُوۡا لَنۡ تَمَسَّنَا النَّارُ اِلَّاۤ اَیَّامًا مَّعۡدُوۡدَۃً ؕ قُلۡ اَتَّخَذۡتُمۡ عِنۡدَ اللّٰہِ عَہۡدًا فَلَنۡ یُّخۡلِفَ اللّٰہُ عَہۡدَہٗۤ اَمۡ تَقُوۡلُوۡنَ عَلَی اللّٰہِ مَا لَا تَعۡلَمُوۡنَ ﴿۸۰﴾ 80).તેઓ કહે છે કે દોજખ (નર્ક)ની આગ અમને કદાપિ સ્પર્શશે નહીં, સિવાય કે થોડા દિવસની સજા મળે તો મળે. તેમને પૂછો, શું તમે અલ્લાહ પાસેથી કોઈ વચન લઈ લીધું છે, જેનું ઉલ્લંઘન તે કરી શકતો નથી ? કે પછી વાત એમ છે કે તમે અલ્લાહના નામે એવી વાતો કહી દો છો જેના વિષે તમને જ્ઞાન નથી તફસીર(સમજુતી):- હઝરત ઇબ્ને અબ્બાસ કહે છે કે યહૂદી લોકો કહેતા હતા કે દુનિયાની કુલ અવધિ સાત હજાર વર્ષ છે. દરેક વર્ષે ના બદલામાં એક દિવસ એટલેે માત્ર સાત દિવસ નરકમાં રહેવું પડશે યહૂદીઓની આ વાત પર આ આયત નાઝિલ થઈ તો કેટલાક યહૂદી કેહતા ચાલીસ દિવસ સુધી કેમકે ...

(2).સુરહ બકરહ:-78,79

Image
PART:-44 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-78,79, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ مِنۡہُمۡ اُمِّیُّوۡنَ لَا یَعۡلَمُوۡنَ الۡکِتٰبَ اِلَّاۤ اَمَانِیَّ وَ اِنۡ ہُمۡ اِلَّا یَظُنُّوۡنَ ﴿۷۸﴾ 78).તેમનામાંથી એક બીજું જૂથ તે અભણ લોકોનું છે, જેઓ ગ્રંથનું તો જ્ઞાન ધરાવતા નથી, માત્ર પોતાની નિરાધાર આશાઓ અને ઇચ્છાઓને લઈને બેઠાં છે અને ફક્ત અટકળો ઉપર ચાલી જઈ રહ્યાંછે. તફસીર(સમજુતી):- આગળ તેમના વિદ્વાન માણસોની વાત હતી અને હવે અહીંયા તેમનામાં રહેલ અનપઢ લોકો જે કિતાબી ઈલ્મ થી અજાણ છે, પરંતુ તેઓ તેની ઇચ્છા રાખે છે.  અને ખાલી કલ્પનાઓ થી કામ ચલાવે છે અને જેમાં તેમને તેમના વિદ્વાનો દ્વારા અધુરુ શિક્ષણ અને અંધશ્રદ્ધામાં રાખ્યાં. તેઓ કેહતા ભલે અમે નર્ક માં જઈએ પણ થોડા દિવસ માટે જ અમારા વડીલો અમને માફ કરાવી લેશે વગેરે વગેરે. જેવી રીતે કે આજના મુસ્લિમોને ઉલેમાએ શુઅ એે આવા જ ફરેબ જાળમાં અને ખોટા વચનોમાં ફસાયેલા રાખ્...

(2).સુરહ બકરહ:- 76,77

Image
PART:-43 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-76,77, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذَا لَقُوا الَّذِیۡنَ اٰمَنُوۡا قَالُوۡۤا اٰمَنَّا ۚۖ وَ اِذَا خَلَا بَعۡضُہُمۡ اِلٰی بَعۡضٍ قَالُوۡۤا اَتُحَدِّثُوۡنَہُمۡ بِمَا فَتَحَ اللّٰہُ عَلَیۡکُمۡ لِیُحَآجُّوۡکُمۡ بِہٖ عِنۡدَ رَبِّکُمۡ ؕ اَفَلَا تَعۡقِلُوۡنَ ﴿۷۶﴾ 76).અને જ્યારે (તેઓ) જે લોકો ઈમાન લાવ્યા તેમને મળે છે, તો તેઓ કહે છે, અમે ઈમાન લાવ્યા; અને જ્યારે એમના  યહૂદી મિત્રો પાસે એકલા હોય છે ત્યારે કહે છે, શા માટે તમે તેમને (મુસલમાનોને) બતાવો છો, જે અલ્લાહ એ તમારા ઉપર (તવરાતમાં) જાહેર કર્યું? જેથી તેઓ તેને તમારા રબ સામે તમારા વિરૂદ્ધ દલીલ બનાવે, શું તમે (આટલું પણ) સમજતા નથી ? તફસીર(સમજુતી):- આ આયતમા કેટલાક યહૂદીઓની દંભી ભૂમિકા સામે આવી રહી છે કે તેઓ મુસ્લિમોમાં તેમનો ઈમાન વ્યક્ત કરશે, પરંતુ જ્યારે એક બીજા સાથે મુલાકાત કરશે ત્યારે તેઓ એકબીજાને ઠપકો...

(2).સુરહ બકરહ 74,75

Image
PART:-42 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-74,75, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ ثُمَّ قَسَتۡ قُلُوۡبُکُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ فَہِیَ کَالۡحِجَارَۃِ اَوۡ اَشَدُّ قَسۡوَۃً ؕ وَ اِنَّ مِنَ الۡحِجَارَۃِ لَمَا یَتَفَجَّرُ مِنۡہُ الۡاَنۡہٰرُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَشَّقَّقُ فَیَخۡرُجُ مِنۡہُ الۡمَآءُ ؕ وَ اِنَّ مِنۡہَا لَمَا یَہۡبِطُ مِنۡ خَشۡیَۃِ اللّٰہِ ؕوَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۷۴﴾ 74).પરંતુ આવી નિશાનીઓ જોયા પછી પણ છેવટે તમારા હૃદય કઠોર થઈ ગયા, પથ્થરો જેવા કઠોર, બલ્કે કઠોરતામાં તેનાથી પણ વધારે, કારણ કે પથ્થરોમાંથી તો કોઈ એવો પણ હોય છે, જેમાંથી ઝરણાં ફૂટીને વહી નીકળે છે, કોઈ ફાટે છે અને તેમાંથી પાણી નીકળી આવે છે, અને કોઈ અલ્લાહના ડરથી ધ્રુજીને પડી પણ જાય છે. અલ્લાહ તમારા કરતૂતોથી અજાણ નથી. તફસીર(સમજુતી):- આ આયતમાં, બની ઇસરાઇલના લોકોને યાદ કરાવે છે કે આવા અદ્ભુત ચમત્કારો અને શક્...

સુરહ બકરહ:- 72,73

Image
PART:-41 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-72,73, ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ قَتَلۡتُمۡ نَفۡسًا فَادّٰرَءۡتُمۡ فِیۡہَا ؕ وَ اللّٰہُ مُخۡرِجٌ مَّا کُنۡتُمۡ تَکۡتُمُوۡنَ ﴿ۚ۷۲﴾ 72).અને તમને યાદ છે તે પ્રસંગ, જ્યારે તમે એક માણસને મારી નાખ્યો હતો, પછી તેના વિષે ઝઘડવા અને એકબીજાના ઉપર હત્યાનો આરોપ મૂકવા લાગ્યા હતા અને અલ્લાહે નિર્ણય કરી લીધો હતો કે જે કંઈ તમે છુપાવો છો, તેને જાહેર કરીને મૂકી દેશે. તફસીર(સમજુતી):- આ કતલ ની ધટના એ છે જે આગળ આવી ગઈ કે બની ઈસરાઈલ માં કાકા ભત્રીજા ની જે ધટના હતી  જે રાત ના અંધારામાં હત્યા થઈ હતી જેનો આરોપ એકબીજા પર નાખવામાં આવ્યો હતો અને અલ્લાહ ને આ હત્યાનો ભેદ બધા સામે લાવવાનો હતો ➖➖➖➖➖➖➖➖➖ فَقُلۡنَا اضۡرِبُوۡہُ بِبَعۡضِہَا ؕ کَذٰلِکَ یُحۡیِ اللّٰہُ الۡمَوۡتٰی ۙ وَ یُرِیۡکُمۡ اٰیٰتِہٖ لَعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿۷۳﴾ 73).તે વખતે અમે આદેશ આપ્યો કે કતલ થનારની...

(2).સુરહ બકરહ:- 69,70,71

Image
PART:-40 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-69,70,71 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا لَوۡنُہَا ؕ قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ صَفۡرَآءُ ۙ فَاقِعٌ لَّوۡنُہَا تَسُرُّ النّٰظِرِیۡنَ ﴿۶۹﴾ 69).પછી કહેવા લાગ્યા કે તમારા રબને એ પણ પૂછી બતાવો કે તેનો રંગ કેવો હોવો જોઈએ ?'' મૂસાએ કહ્યું, ''તે ફરમાવે છે કે પીળા રંગની ગાય હોવી જોઈએ, જેનો રંગ એવો ઘેરો હોય કે જોનારાઓનું મન ખુશ થઈ જાય.'' __________________________ قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا ہِیَ ۙ اِنَّ الۡبَقَرَ تَشٰبَہَ عَلَیۡنَا ؕ وَ اِنَّاۤ اِنۡ شَآءَ اللّٰہُ لَمُہۡتَدُوۡنَ ﴿۷۰﴾ 70).પછી બોલ્યા, ''પોતાના રબને સ્પષ્ટ રીતે પૂછી બતાવો કે કેવી ગાય જોઈએ છે ? અમને તેના નિર્ધારણમાં સંદેહ થઈ ગયો છે. અલ્લાહે ચાહ્યું તો અમે તેને શોધી કાઢીશું.'' __________________________ قَالَ اِنَّہٗ ی...

(2).સુરહ બકરહ:- 67,68

Image
PART:-39 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-67,68 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖۤ اِنَّ اللّٰہَ یَاۡمُرُکُمۡ اَنۡ تَذۡبَحُوۡا بَقَرَۃً ؕ قَالُوۡۤا اَتَتَّخِذُنَا ہُزُوًا ؕ قَالَ اَعُوۡذُ بِاللّٰہِ اَنۡ اَکُوۡنَ مِنَ الۡجٰہِلِیۡنَ ﴿۶۷﴾ 67).પછી તે ઘટનાને યાદ કરો, જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તમને એક ગાય ઝબેહ કરવાનો આદેશ આપે છે. કહેવા લાગ્યા, ''શું તમે અમારા સાથે મશ્કરી કરો છો ?'' મૂસાએ કહ્યું, ''હું તેનાથી અલ્લાહનું શરણ માગું છું કે હું અજ્ઞાનીઓ જેવી વાતો કરૃં.'' તફસીર(સમજુતી):- બની ઈસરાઈલ માં એક વ્યક્તિ માલદાર હતો તેનો કોઇ વારિસ નહીં પણ એક છોકરી હતી ને તેનો એક ભત્રીજો હતો, ભત્રીજાએ પૈસા ની લાલચ માં માલદાર વ્યક્તિ નુ કતલ કરીને ઈલજામ બીજા પર નાખ્યો અને તેમાથી ઝગડાઓ થવા લાગ્યા, આ ઝગડાઓ થી કંટાળીને લોકો મુસા (અ.સ.) પાસે કતિલ ની ઓળખ વિશે સવાલ કર્યો મુસા અ.સ...

(2).સુરહ બકરહ: 64,65,66

Image
PART:-38 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-64,65,66 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ ثُمَّ تَوَلَّیۡتُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ ۚ فَلَوۡ لَا فَضۡلُ اللّٰہِ عَلَیۡکُمۡ وَ رَحۡمَتُہٗ لَکُنۡتُمۡ مِّنَ الۡخٰسِرِیۡنَ ﴿۶۴﴾ 64).પરંતુ તે પછી તમે પોતાના વચનમાંથી ફરી ગયા, તેમ છતાં પણ અલ્લાહની કૃપા અને તેની દયાએ તમારો સાથ ન છોડ્યો, નહીં તો તમે કયારનાય બરબાદ થઈ ગયા હોત. ➖➖➖➖➖➖➖➖➖ وَ لَقَدۡ عَلِمۡتُمُ الَّذِیۡنَ اعۡتَدَوۡا مِنۡکُمۡ فِی السَّبۡتِ فَقُلۡنَا لَہُمۡ کُوۡنُوۡا قِرَدَۃً خٰسِئِیۡنَ ﴿ۚ۶۵﴾ 65).અને તમે પોતાની કોમના તે લોકોની વાત તો જાણો જ છો, જેમણે 'સબ્ત'નો કાનૂન તોડ્યો હતો. અમે તેમને કહી દીધું કે વાંદરા બની જાઓ અને એવી સ્થિતિમાં રહો કે દરેક બાજુથી તમારા પર ધિક્કાર અને ફિટકાર પડે. તફસીર(સમજુતી):- સબથ એટલે અઠવાડિયા ના દિવસે, શનિવારે યહૂદીઓને માછલી નો શિકાર કરવાની મનાઈ હતી, પરંતુ તેઓએ યોજના બનાવીને અલ્લાહ ની...

(2).સુરહ બકરહ : 62,63

Image
PART:-37 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-62,63 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَادُوۡا وَ النَّصٰرٰی وَ الصّٰبِئِیۡنَ مَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ عَمِلَ صَالِحًا فَلَہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ۪ۚ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۶۲﴾ 62).હઝરત મુહમ્મદ સલ્લ. ને માનનારાઓ હોય કે યહૂદી, ઈસાઇ હોય કે સાબીઓ (Sabaeans), જે કોઈ અલ્લાહ અને આખિરત (પરલોક)ના દિવસ ઉપર ઈમાન લાવશે અને સદ્કાર્યો કરશે, તેનો બદલો તેના રબ (માલિક અને પાલનહાર) પાસે છે અને તેના માટે ભય અને રંજનું કોઈ કારણ નથી. તફસીર(સમજુતી):- આગળ નાફરમાનો માટે અઝાબ નુ ઝિક્ર હતુ તો હવે અહીંયા એમાથી જે નેક લોકો હતા તેમના ષવાબ નુ બયાન થાય છે નબી ની ફરમાબરદારી કરવાવાળા લોકો માટે ખુશ ખબરી છે ➖➖➖➖➖➖➖➖➖ وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا...

(2).સુરહ બકરહ:- 61

Image
PART:-36 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-61 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ قُلۡتُمۡ یٰمُوۡسٰی لَنۡ نَّصۡبِرَ عَلٰی طَعَامٍ وَّاحِدٍ فَادۡعُ لَنَا رَبَّکَ یُخۡرِجۡ لَنَا مِمَّا تُنۡۢبِتُ الۡاَرۡضُ مِنۡۢ بَقۡلِہَا وَ قِثَّآئِہَا وَ فُوۡمِہَا وَ عَدَسِہَا وَ بَصَلِہَا ؕ قَالَ اَتَسۡتَبۡدِلُوۡنَ الَّذِیۡ ہُوَ اَدۡنٰی بِالَّذِیۡ ہُوَ خَیۡرٌ ؕ اِہۡبِطُوۡا مِصۡرًا فَاِنَّ لَکُمۡ مَّا سَاَلۡتُمۡ ؕ وَ ضُرِبَتۡ عَلَیۡہِمُ الذِّلَّۃُ وَ الۡمَسۡکَنَۃُ ٭ وَ بَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰہِ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ کَانُوۡا یَکۡفُرُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ وَ یَقۡتُلُوۡنَ النَّبِیّٖنَ بِغَیۡرِ الۡحَقِّ ؕ ذٰلِکَ بِمَا عَصَوۡا وَّ کَانُوۡا یَعۡتَدُوۡنَ ﴿٪۶۱﴾ 61).યાદ કરો, જ્યારે તમે કહ્યું હતું, ''હે મૂસા ! અમે એક જ જાતના ખોરાક ઉપર સંતોષ માની શકતા નથી. તમે પોતાના રબને દુઆ કરો કે અમારા માટે જમીનની પેદાશો, લીલી વનસ્પતિ,...

(2).સુરહ બકરહ:- 59,60

Image
  PART:-35 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-59,60 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ فَبَدَّلَ الَّذِیۡنَ ظَلَمُوۡا قَوۡلًا غَیۡرَ الَّذِیۡ قِیۡلَ لَہُمۡ فَاَنۡزَلۡنَا عَلَی الَّذِیۡنَ ظَلَمُوۡا رِجۡزًا مِّنَ السَّمَآءِ بِمَا کَانُوۡا یَفۡسُقُوۡنَ ﴿٪۵۹﴾ 59).પરંતુ જે વાત તેમને કહેવામાં આવી હતી, જાલિમોએ તેને બદલી નાખીને કંઈ બીજી બનાવી દીધી. છેવટે અમે જાલિમો ઉપર આકાશમાંથી યાતના ઉતારી. આ સજા હતી તે અવજ્ઞાકારીઓની, જે તેઓ કરી રહ્યા હતા. (રુકૂઅ-૬) તફસીર(સમજુતી):- આની સમજણ હદીસમાં છે જે સહિહ અલ-બુખારી અને મુસ્લિમ વગેરેમાં છે. નબી (સ.અ.વ.) એ કહ્યું કે તેમને સજદો કરીને પ્રવેશ કરવાનો આદેશ આપવામાં આવ્યો. પરંતુ તેઓ તેમના માથાને ઉચા કરીને પ્રવેશ્યા અને અનુશાસન કરવાને બદલે, તેઓ એ હુકમે ઈલાહી ના આદેશ ને બદલે વિદ્રોહ કર્યો અને સરકશી તેમનામાં પૈદા થઈ ગઈ  હકીકત એ છે કે જ્યારે કોઈ કૌમ નુ પતન થવાનું હોય તો ત...

(2).સુરહ બકરહ:- 57,58

Image
PART:-34 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-57,58 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ ظَلَّلۡنَا عَلَیۡکُمُ الۡغَمَامَ وَ اَنۡزَلۡنَا عَلَیۡکُمُ الۡمَنَّ وَ السَّلۡوٰی ؕ کُلُوۡا مِنۡ طَیِّبٰتِ مَا رَزَقۡنٰکُمۡ ؕ وَ مَا ظَلَمُوۡنَا وَ لٰکِنۡ کَانُوۡۤا اَنۡفُسَہُمۡ یَظۡلِمُوۡنَ ﴿۵۷﴾ 57).અમે તમારા ઉપર વાદળનો છાંયડો કર્યો, 'મન્ન અને સલવા'નો ખોરાક તમને પૂરો પાડ્યો અને તમને કહ્યું કે જે શુદ્ધ અને સ્વચ્છ વસ્તુઓ અમે તમને પ્રદાન કરી છે તે ખાઓ, પરંતુ (તમારા પૂર્વજોએ) જે કંઈ કર્યું, તે અમારા પર તેમનો જુલ્મ ન હતો, બલ્કે તેમણે પોતે જ પોતાના પર જુલ્મ કર્યો. તફસીર(સમજુતી):- ઘણાં વિવેચકો માટે, આ ઇજિપ્ત અને સીરિયા વચ્ચેનું મેદાન છે.  જ્યારે તેઓએ એક વસ્તીમાં પ્રવેશવાનો અલ્લાહ ના હુકમનો ઇનકાર કર્યો, અને સજાના રૂપમાં બનીઇસરાઈલ ને 40 વર્ષ સુધી મેદાનમાં રેહવું પડયું.  કેટલાકના નજીક આ વિચાર યોગ્ય નથી.  સિનાઇ ...

(2).સુરહ બકરહ:- 55,56

Image
PART:-33 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-55,56 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ قُلۡتُمۡ یٰمُوۡسٰی لَنۡ نُّؤۡمِنَ لَکَ حَتّٰی نَرَی اللّٰہَ جَہۡرَۃً فَاَخَذَتۡکُمُ الصّٰعِقَۃُ وَ اَنۡتُمۡ تَنۡظُرُوۡنَ ﴿۵۵﴾ 55).જ્યારે તમે મૂસાને કહ્યું હતું કે અમે તમારો કદાપિ વિશ્વાસ કરીશું નહીં, જ્યાં સુધી પોતાની આંખોથી ખુલ્લી રીતે અલ્લાહને (તમારા સાથે વાત કરતાં) ન જોઈ લઈએ. તે જ વખતે તમારા જોતં-જોતાં એક ભયંકર વીજળી કડાકા સાથે તમારા ઉપર પડી. તફસીર(સમજુતી):- મુસા અ.સ. તૌરાત લેવા માટે તુર પર સિત્તેર માણસોને સાથે લઈ ગયા.  જ્યારે મુસા (અ.સ.) પાછા ફર્યા, ત્યારે તેમણે કહ્યું, "જયારે અમે અલ્લાહને અમારી સામે ન જોઈ લઈએ ત્યાં સુધી અમે ઈમાન નહીં લાઈએ"  અને તેમના પર વીજળી પડી અને તેમનું મોત નીપજ્યું.   મુસા (અ.સ.) ખૂબ જ વ્યથિત થયા અને તેમના જીવન માટે પ્રાર્થના કરી, જેના પર સર્વશક્તિમાન અલ્લાહએ તેમને સજ...

(2).સુરહ બકરહ 53,54

Image
PART:-32 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-53,54 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ الۡفُرۡقَانَ لَعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿۵۳﴾ 53).અને જયારે અમે મૂસાને ગ્રંથ અને 'ફુરકાન' (કિતાબ) પ્રદાન કર્યા, જેથી તમે તેના દ્વારા સીધો માર્ગ પામી શકો. તફસીર(સમજુતી):- શક્ય છે કે પુસ્તક, તૌરાત ને  ફુરકાન તરીકે અર્થઘટન કરવામાં આવ્યું હોય, કારણ કે દરેક આસમાની પુસ્તક સત્ય અને જૂઠાનું સ્પષ્ટતા છે. અથવા તો મૉઅજીજાત પણ સત્ય અને જુઠા ને ફરક કરવામાં અગત્યની ભુમિકા ભજવે છે ➖➖➖➖➖➖➖➖ وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ اِنَّکُمۡ ظَلَمۡتُمۡ اَنۡفُسَکُمۡ بِاتِّخَاذِکُمُ الۡعِجۡلَ فَتُوۡبُوۡۤا اِلٰی بَارِئِکُمۡ فَاقۡتُلُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ عِنۡدَ بَارِئِکُمۡ ؕ فَتَابَ عَلَیۡکُمۡ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۵۴﴾ 54).જ્યારે મૂસા (આ નેઅમત લઈ પાછા ફર્યો...

(2).સુરહ બકરહ 51,52

Image
PART:-31 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-51,52 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ وٰعَدۡنَا مُوۡسٰۤی اَرۡبَعِیۡنَ لَیۡلَۃً ثُمَّ اتَّخَذۡتُمُ الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِہٖ وَ اَنۡتُمۡ ظٰلِمُوۡنَ ﴿۵۱﴾ 51).યાદ કરો, જ્યારે અમે મૂસાને ચાળીસ રાત્રિની નિયત મુદૃત માટે બોલાવ્યો, તો તેની ગેરહાજરીમાં તમે વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી બેસ્યા. તે વખતે તમે ભારે અત્યાચાર કર્યો હતો, તફસીર(સમજૂતી):- અહીં પણ, અલ્લાહ તેમના એહસાનોને યાદ અપાવે છે જ્યારે તમારા નબી મુસા (અ.સ.) ચાળીસ દિવસના વચન પર તમારી પાસેથી ગયા. અને તે પછી તમે વાછરડાની ઉપાસના કરવાનું શરૂ કર્યું.પછી તેમના આવવા પર તમે તૌબા કરી તો અમે તમને આટલો મોટા શિર્ક ના ગુનાહથી માફ કરી દીધા.  અને કુરાન ની એક આયતમા છે (و .عٰدْنْا مْوسْي ثَثَثِيْنَ لَيْلَةً وََّتْمَمْنٰهَا بِعَشْرٍ) 7.  સૂરા અલ-આરાફ: 142 એટલે કે, અમે મુસાને ત્રીસ રાત્રિનું વચન આપ્યું હતું,...

સુરહ બકરહ:- 49,50

Image
PART:-30 (Quran-Section)         (2)સુરહ બકરહ        આયત નં.:-49,50 ●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ● اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે) _________________________ وَ اِذۡ نَجَّیۡنٰکُمۡ مِّنۡ اٰلِ فِرۡعَوۡنَ یَسُوۡمُوۡنَکُمۡ سُوۡٓءَ الۡعَذَابِ یُذَبِّحُوۡنَ اَبۡنَآءَکُمۡ وَ یَسۡتَحۡیُوۡنَ نِسَآءَکُمۡ ؕ وَ فِیۡ ذٰلِکُمۡ بَلَآ ءٌ مِّنۡ رَّبِّکُمۡ عَظِیۡمٌ ﴿۴۹﴾ 49).યાદ કરો તે સમય, જ્યારે અમે તમને ફિરઔનવાળાઓની ગુલામીમાંથી મુક્તિ આપી – તેમણે તમને સખત યાતનામાં નાખી રાખ્યા હતા, તમારા પુત્રોને કતલ કરતા હતા અને તમારી પુત્રીઓને જીવતી રહેવા દેતા હતા અને એ સ્થિતિમાં તમારા રબ તરફથી તમારી મોટી કસોટી હતી. તફસીર(સમજૂતી):- આ આયતોમાં એવું કહેવામાં આવ્યું છે કે એ યાકૂબના બાળકો, મારી એ કૃપાને યાદ રાખો કે મેં તમને ફીરૌન ની સૌથી ખરાબ સજાથી બચાવ્યા છે. ફીરૌને એક સ્વપ્ન જોયું હતું કે જેરૂસલેમથી આગ સળગી ગઈ, જે ઇજિપ્તના દરેક ઘરમાં તૂટી ગઈ અને ઈસ્રાએલીઓના ઘરોમાં ન ગઈ. જેની તાબિર એવી હતી કે બની ઈસરાઈલમા ...