(2).સુરહ બકરહ 84,85

PART:-47
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-84,85,

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ لَا تَسۡفِکُوۡنَ دِمَآءَکُمۡ وَ لَا تُخۡرِجُوۡنَ اَنۡفُسَکُمۡ مِّنۡ دِیَارِکُمۡ ثُمَّ اَقۡرَرۡتُمۡ وَ اَنۡتُمۡ تَشۡہَدُوۡنَ ﴿۸۴﴾

84).પછી જરા યાદ કરો, અમે તમારા પાસેથી પાકું વચન લીધું હતું કે પરસ્પર એકબીજાનું લોહી ન વહાવજો અને ન તો એકબીજાને ઘરથી બેઘર કરજો. તમે આનો એકરાર કર્યો હતો, તમે પોતે તેના સાક્ષી છો.
__________________________

ثُمَّ اَنۡتُمۡ ہٰۤـؤُلَآءِ تَقۡتُلُوۡنَ اَنۡفُسَکُمۡ وَ تُخۡرِجُوۡنَ فَرِیۡقًا مِّنۡکُمۡ مِّنۡ دِیَارِہِمۡ ۫ تَظٰہَرُوۡنَ عَلَیۡہِمۡ بِالۡاِثۡمِ وَ الۡعُدۡوَانِ ؕ وَ اِنۡ یَّاۡتُوۡکُمۡ اُسٰرٰی تُفٰدُوۡہُمۡ وَ ہُوَ مُحَرَّمٌ عَلَیۡکُمۡ اِخۡرَاجُہُمۡ ؕ اَفَتُؤۡمِنُوۡنَ بِبَعۡضِ الۡکِتٰبِ وَ تَکۡفُرُوۡنَ بِبَعۡضٍ ۚ فَمَا جَزَآءُ مَنۡ یَّفۡعَلُ ذٰلِکَ مِنۡکُمۡ اِلَّا خِزۡیٌ فِی الۡحَیٰوۃِ الدُّنۡیَا ۚ وَ یَوۡمَ الۡقِیٰمَۃِ یُرَدُّوۡنَ اِلٰۤی اَشَدِّ الۡعَذَابِ ؕ وَ مَا اللّٰہُ بِغَافِلٍ عَمَّا تَعۡمَلُوۡنَ ﴿۸۵﴾

85).પરંતુ આજે તમે જ છો કે પોતાના ભાઈ-બંધુઓની હત્યા કરો છો, પોતાની બિરાદરીના કેટલાક લોકોને ઘરવિહોણાં કરી દો છો, અત્યાચાર અને અતિરેકપૂર્વક તેમના વિરુદ્ધ જૂથબંધીઓ કરો છો અને જ્યારે તેઓ યુદ્ધમાં પકડાઈને તમારા પાસે આવે છે, તો તેમની મુક્તિ માટે ફિદયા (પ્રતિદાન)ની રકમની લેવડ-દેવડ કરો છો, જો કે તેમને તેમના ઘરોમાંથી કાઢવું જ તમારા માટે હરામ (અવૈધ) હતું. તો શું તમે ગ્રંથના એક ભાગ પર ઈમાન લાવો છો અને બીજા ભાગનો ઇન્કાર કરો છો ? પછી તમારામાંથી જે લોકો આવું કરે, તેમની સજા એના સિવાય બીજી શું છે કે દુનિયાના જીવનમાં અપમાનિત અને તિરસ્કૃત બનીને રહે અને આખિરત (પરલોક)માં અત્યંત કઠોર યાતનામાં નાખી દેવામાં આવે ? અલ્લાહ તે કામોથી અજાણ નથી જે તમે કરી રહ્યા છો.

તફસીર(સમજુતી):-

યહૂદીઓ ઉપર ત્રણ હુકમો જરૂરી હતા. પ્રથમ ખૂન ન કરવું, બીજું કોઈને દેશનિકાલ ન કરવો અને ત્રીજું પોતાની કૌમમાંથી કોઈ દુશ્મનનો કૈદી અથવા બંદી બની જાય તો રકમ ખર્ચીને પણ તેને છોડાવી લેવો. તો આ લોકો પ્રથમ બે હુકમો છોડીને ત્રીજા હકમ ઉપર અમલ કરવા લાગ્યા.

આ પરિસ્થિતિ એવી હતી
કે મદીનાવાસીઓમાં બે કબીલાઓ હતા. એક ઔસ" અને બીજો "ખઝરજ." તેમના દરમિયાન પરસ્પર દુશ્મનાવટ રહેતી હતી અને ક્યારેક ક્યારેક તો લડાઈ-ઝઘડા અને ખૂનામરકીની નોબત પણ આવી જતી હતી. મદીનાની
આસપાસના વિસ્તારમાં યહૂદીઓના બે કબીલાઓ "બની કુરઝા" અને "બની નજીર" વસતા હતા. ઔસ અને બની કુરઝાની આપસમાં દોસ્તી હતી અને
ખઝરજ અને બની નજીરમાં પરસ્પર મિત્રતા હતી. જ્યારે ઓસ અને ખઝરજમાં પરસ્પર લડાઈ થતી તો મિત્રતાની રૂએ બની કુરઝા ઔસની મદદે જતા અને બની- નજીર ખઝરજની તરફદારી કરતા. તો જ્યાં ઔસ અને ખઝરજ માર્યા જતા અને કુટુંબો વેર-વિખેર થઈ જતાં એવામાં તેમના મિત્રોને પણ આવી મુસીબતનો સામનો કરવો પડતો અને દેખીતું છે કે બની કુરઝાના ખૂન અને દેશનિકાલમાં
બની નજીરનો પણ હાથ રહેતો હતો. એનાથી ઊલટું યહૂદીઓના બંને ગૃપોમાંથી જો કોઈ યુદ્ધ કૈદી બની જતું તો દરેક ગૃપ પોતાના દોસ્તોને રકમ આપી રાજી
કરીને તે કૈદીને છોડાવી લેતા હતા

અને કોઈ પૂછે કે આવું કેમ કરો છો? તો જવાબ આપતા કે કૈદી છોડાવવો અમારા ઉપર વાજિબ છે અને જો કોઈ ખૂનામરકીના મદદગાર બનવા ઉપર વાંધો ઉઠાવતું તો કહેતા કે શું કરીએ ?
દોસ્તોનો સાથ ન આપીએ તો અમને દોસ્તી ન નિભાવવાનું લાંછન લાગશે.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92