(2).સુરહ બકરહ 97

PART:-57
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-97

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

قُلۡ مَنۡ کَانَ عَدُوًّا لِّجِبۡرِیۡلَ فَاِنَّہٗ نَزَّلَہٗ عَلٰی قَلۡبِکَ بِاِذۡنِ اللّٰہِ مُصَدِّقًا لِّمَا بَیۡنَ یَدَیۡہِ وَ ہُدًی وَّ بُشۡرٰی لِلۡمُؤۡمِنِیۡنَ ﴿۹۷﴾

97).તેમને કહો કે જે કોઈ જિબ્રઈલ સાથે દુશ્મની રાખતો હોય, તેને ખબર હોવી જોઈએ કે જિબ્રઈલે અલ્લાહના જ હુકમથી આ કુઆર્ન તમારા હૃદય પર અવતરિત કર્યું છે, જે અગાઉ આવેલા ગ્રંથોની પુષ્ટિ કરે છે અને ઈમાન લાવનારાઓ માટે માર્ગદર્શન અને સફળતાની ખુશખબર બનીને આવ્યું છે.

તફસીર(સમજુતી):-

ઈમામ અબુ જાફર તબરી (ર.અ.) કહે છે કે બધા વિદ્વાનો આ વાત પર સહમત છે કે જ્યારે યહૂદીઓએ જીબ્રાઈલને તેમના દુશ્મન કહ્યું અને તેમના મિત્ર તરીકે માઇકલ નુ નામ લીધું, ત્યારે તેના જવાબ માં આ આયત નાઝિલ કરવામાં આવી

પરંતુ કેટલાક કહે છે કે તેમણે આ વાત પવિત્ર પયગમ્બર (સ.અ.વ.) સાથેની વાતચીતમાં કરી હતી.

અને કેટલાક કહે છે જયારે ઉમર બિન ખત્તાબ સાથે તેમનો મુનાઝરો થયેલો નબી(સ.અ.વ) ની નબુવત ના વિષય પર ત્યારે તેમણે આ વાત કહી હતી
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92