સુરહ બકરહ:- 72,73

PART:-41
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-72,73,

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذۡ قَتَلۡتُمۡ نَفۡسًا فَادّٰرَءۡتُمۡ فِیۡہَا ؕ وَ اللّٰہُ مُخۡرِجٌ مَّا کُنۡتُمۡ تَکۡتُمُوۡنَ ﴿ۚ۷۲﴾

72).અને તમને યાદ છે તે પ્રસંગ, જ્યારે તમે એક માણસને મારી નાખ્યો હતો, પછી તેના વિષે ઝઘડવા અને એકબીજાના ઉપર હત્યાનો આરોપ મૂકવા લાગ્યા હતા અને અલ્લાહે નિર્ણય કરી લીધો હતો કે જે કંઈ તમે છુપાવો છો, તેને જાહેર કરીને મૂકી દેશે.

તફસીર(સમજુતી):-

આ કતલ ની ધટના એ છે જે આગળ આવી ગઈ કે બની ઈસરાઈલ માં કાકા ભત્રીજા ની જે ધટના હતી

 જે રાત ના અંધારામાં હત્યા થઈ હતી જેનો આરોપ એકબીજા પર નાખવામાં આવ્યો હતો અને અલ્લાહ ને આ હત્યાનો ભેદ બધા સામે લાવવાનો હતો
➖➖➖➖➖➖➖➖➖
فَقُلۡنَا اضۡرِبُوۡہُ بِبَعۡضِہَا ؕ کَذٰلِکَ یُحۡیِ اللّٰہُ الۡمَوۡتٰی ۙ وَ یُرِیۡکُمۡ اٰیٰتِہٖ لَعَلَّکُمۡ تَعۡقِلُوۡنَ ﴿۷۳﴾

73).તે વખતે અમે આદેશ આપ્યો કે કતલ થનારની લાશને તેના એક ભાગ વડે ફટકો મારો. જુઓ, આવી રીતે અલ્લાહ મડદાંઓને જીવન આપે છે અને તેમને પોતાની નિશાનીઓ દેખાડે છે જેથી તમે સમજો

તફસીર(સમજુતી):-

આગળ ની આયતમા જે જાનવર ઝબહ કરવાનો હુકમ હતો તેના ગોશ્ત ના ટુકડાને મુત્યુ પામેલ માણસ પર મારવાથી તે જીવિત થયો અને કાતિલ નુ નામ બતાવીને પાછો મુત્યુ પામ્યો

આ ધટના બની ઈસરાઈલઓ માટે એક ઉદાહરણ રૂપે રજુ થાય છે કે કયામત ના દિવસે આવી જ રીતે તમામ માનવજાતી જીવિત
 થશે અને તેમના કરેલા કર્મો નો હિસાબ આપવો પડશે
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92