(2).સુરહ બકરહ 86,87

PART:-48
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-86,87,

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________

اُولٰٓئِکَ الَّذِیۡنَ اشۡتَرَوُا الۡحَیٰوۃَ الدُّنۡیَا بِالۡاٰخِرَۃِ ۫ فَلَا یُخَفَّفُ عَنۡہُمُ الۡعَذَابُ وَ لَا ہُمۡ یُنۡصَرُوۡنَ ﴿٪۸۶﴾

86).આ તે લોકો છે, જેમણે આખિરત વેચીને દુનિયાનું જીવન ખરીદી લીધું છે, એટલા માટે ન તેમની સજામાં કોઈ ઘટાડો થશે અને ન તેમને કોઈ મદદ મળી શકશે. (રુકૂઅ-૧૦)
__________________________

وَ لَقَدۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ قَفَّیۡنَا مِنۡۢ بَعۡدِہٖ بِالرُّسُلِ ۫ وَ اٰتَیۡنَا عِیۡسَی ابۡنَ مَرۡیَمَ الۡبَیِّنٰتِ وَ اَیَّدۡنٰہُ بِرُوۡحِ الۡقُدُسِ ؕ اَفَکُلَّمَا جَآءَکُمۡ رَسُوۡلٌۢ بِمَا لَا تَہۡوٰۤی اَنۡفُسُکُمُ اسۡتَکۡبَرۡتُمۡ ۚ فَفَرِیۡقًا کَذَّبۡتُمۡ ۫ وَ فَرِیۡقًا تَقۡتُلُوۡنَ ﴿۸۷﴾

87).અમે મૂસાને ગ્રંથ આપ્યો, ત્યારબાદ નિરંતર પયગંબરો મોકલ્યાં, છેવટે મરયમના પુત્ર ઈસાને સ્પષ્ટ નિશાનીઓ આપીને મોકલ્યો અને રુહુલ કુદ્દુસ (જીબ્રાઈલ) દ્રારા મદદ કરી. પછી તમારું આ કેવું વર્તન છે કે જ્યારે પણ કોઈ પયગંબર તમારી મનેચ્છાઓ વિરુદ્ધ કોઈ વસ્તુ લઈને તમારા પાસે આવ્યા, તો તમે તેના સામે વિદ્રોહ જ કર્યો, કોઈને જૂઠો ઠેરવ્યો અને કોઈની હત્યા કરી નાખી !

તફસીર(સમજુતી):-

મુસા(અ.સ.) પછી, સતત બની ઈસરાઈલ માં નબીઓનુ આવવાનું ચાલુ રહ્યુ, ત્યા સુધી કે બની ઈસરાઈલમાં પયગંબરોનો સિલસિલો ઈસા(અ.સ.) પર સમાપ્ત થયો.

અહીંયા (بَیِّنَاتِ )નો અર્થ ચમત્કાર જે ઈસા(અ.સ.) ને આપ્યાં હતાં જેનાથી મુત્યુ થયેલ જીવિત થતાં કોળ અને અંધ લોકોને ઇલાજ કરવો વગેરે.

પયંગમ્બરો બની ઈસરાઈલઓ પાસે અલ્લાહ ના આદેશો લઈને આવે તો તેમનો વિરોધ કરતાં
જેમ કે, પયંગમ્બર મુહમ્મદ (સ.અ.વ.) અને ઈસા(અ.સ.)ને નકાર્યા અને ઝકરીયા અને યહ્યા (અ.સ.) ની હત્યા કરી.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92