(2).સુરહ બકરહ: 64,65,66

PART:-38
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-64,65,66

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
ثُمَّ تَوَلَّیۡتُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ ۚ فَلَوۡ لَا فَضۡلُ اللّٰہِ عَلَیۡکُمۡ وَ رَحۡمَتُہٗ لَکُنۡتُمۡ مِّنَ الۡخٰسِرِیۡنَ ﴿۶۴﴾

64).પરંતુ તે પછી તમે પોતાના વચનમાંથી ફરી ગયા, તેમ છતાં પણ અલ્લાહની કૃપા અને તેની દયાએ તમારો સાથ ન છોડ્યો, નહીં તો તમે કયારનાય બરબાદ થઈ ગયા હોત.
➖➖➖➖➖➖➖➖➖
وَ لَقَدۡ عَلِمۡتُمُ الَّذِیۡنَ اعۡتَدَوۡا مِنۡکُمۡ فِی السَّبۡتِ فَقُلۡنَا لَہُمۡ کُوۡنُوۡا قِرَدَۃً خٰسِئِیۡنَ ﴿ۚ۶۵﴾

65).અને તમે પોતાની કોમના તે લોકોની વાત તો જાણો જ છો, જેમણે 'સબ્ત'નો કાનૂન તોડ્યો હતો. અમે તેમને કહી દીધું કે વાંદરા બની જાઓ અને એવી સ્થિતિમાં રહો કે દરેક બાજુથી તમારા પર ધિક્કાર અને ફિટકાર પડે.

તફસીર(સમજુતી):-

સબથ એટલે અઠવાડિયા ના દિવસે, શનિવારે યહૂદીઓને માછલી નો શિકાર કરવાની મનાઈ હતી, પરંતુ તેઓએ યોજના બનાવીને અલ્લાહ ની હદનેવટાવી દીધી. શનિવારના દિવસે (પરીક્ષા તરીકે) માછલીઓ વધારે આવતી તો તેમણે ખાડા ખોદી લીધા જેથી માછલી તેમાં પડે અને પછી રવિવારે તેઓ તેને પકડી લે.
➖➖➖➖➖➖➖➖➖
فَجَعَلۡنٰہَا نَکَالًا لِّمَا بَیۡنَ یَدَیۡہَا وَ مَا خَلۡفَہَا وَ مَوۡعِظَۃً لِّلۡمُتَّقِیۡنَ ﴿۶۶﴾

66).આ રીતે અમે તેમના પરિણામને તે જમાનાના લોકો અને પછીની આવનારી પેઢીઓ માટે બોધપાઠ અને (અલ્લાહથી) ડર રાખનારાઓ માટે શિખામણ બનાવી દીધું.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92