(2).સુરહ બકરહ:- 67,68

PART:-39
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-67,68

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖۤ اِنَّ اللّٰہَ یَاۡمُرُکُمۡ اَنۡ تَذۡبَحُوۡا بَقَرَۃً ؕ قَالُوۡۤا اَتَتَّخِذُنَا ہُزُوًا ؕ قَالَ اَعُوۡذُ بِاللّٰہِ اَنۡ اَکُوۡنَ مِنَ الۡجٰہِلِیۡنَ ﴿۶۷﴾

67).પછી તે ઘટનાને યાદ કરો, જ્યારે મૂસાએ પોતાની કોમને કહ્યું કે અલ્લાહ તમને એક ગાય ઝબેહ કરવાનો આદેશ આપે છે. કહેવા લાગ્યા, ''શું તમે અમારા સાથે મશ્કરી કરો છો ?'' મૂસાએ કહ્યું, ''હું તેનાથી અલ્લાહનું શરણ માગું છું કે હું અજ્ઞાનીઓ જેવી વાતો કરૃં.''

તફસીર(સમજુતી):-

બની ઈસરાઈલ માં એક વ્યક્તિ માલદાર હતો તેનો કોઇ વારિસ નહીં પણ એક છોકરી હતી ને તેનો એક ભત્રીજો હતો, ભત્રીજાએ પૈસા ની લાલચ માં માલદાર વ્યક્તિ નુ કતલ કરીને ઈલજામ બીજા પર નાખ્યો અને તેમાથી ઝગડાઓ થવા લાગ્યા,

આ ઝગડાઓ થી કંટાળીને લોકો મુસા (અ.સ.) પાસે કતિલ ની ઓળખ વિશે સવાલ કર્યો મુસા અ.સ. એ વહી દ્રારા ગાય ઝિબહ કરવાનું કેહતા લોકોએ કહ્યું કાતિલ ને આમાં શું સંબંધ, તમે મઝાક તો નથી કરી રહ્યા ત્યારે મુસા અ.સ. એ તેમના આ સવાલ થી અલ્લાહ  ની પનાહ માંગી
➖➖➖➖➖➖➖➖➖
قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا ہِیَ ؕ قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ لَّا فَارِضٌ وَّ لَا بِکۡرٌ ؕ عَوَانٌۢ بَیۡنَ ذٰلِکَ ؕ فَافۡعَلُوۡا مَا تُؤۡمَرُوۡنَ ﴿۶۸﴾

68).બોલ્યા, ''સારું, તમારા રબને વિનંતી કરો કે તે અમને આ ગાય વિશે વિસ્તારથી બતાવે.'' મૂસાએ કહ્યું, ''અલ્લાહ તો કહે છે કે તે એવી ગાય હોવી જોઈએ જે ન ઘરડી હોય, ન વાછરડી, પણ મધ્યમ ઉંમરની હોય. તેથી જે આદેશ આપવામાં આવે છે તેનું પાલન કરો.''

તફસીર(સમજુતી):-

બની ઈસરાઈલ ની વધુ એક સરકશી વિષે બયાન છે કે હુકમ પર તાત્કાલિક અમલ કરવાને બદલે સવાલો પર સવાલ કરવા લાગ્યા
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92