(2).સુરહ બકરહ : 62,63

PART:-37
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-62,63

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
اِنَّ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ الَّذِیۡنَ ہَادُوۡا وَ النَّصٰرٰی وَ الصّٰبِئِیۡنَ مَنۡ اٰمَنَ بِاللّٰہِ وَ الۡیَوۡمِ الۡاٰخِرِ وَ عَمِلَ صَالِحًا فَلَہُمۡ اَجۡرُہُمۡ عِنۡدَ رَبِّہِمۡ ۪ۚ وَ لَا خَوۡفٌ عَلَیۡہِمۡ وَ لَا ہُمۡ یَحۡزَنُوۡنَ ﴿۶۲﴾

62).હઝરત મુહમ્મદ સલ્લ. ને માનનારાઓ હોય કે યહૂદી, ઈસાઇ હોય કે સાબીઓ (Sabaeans), જે કોઈ અલ્લાહ અને આખિરત (પરલોક)ના દિવસ ઉપર ઈમાન લાવશે અને સદ્કાર્યો કરશે, તેનો બદલો તેના રબ (માલિક અને પાલનહાર) પાસે છે અને તેના માટે ભય અને રંજનું કોઈ કારણ નથી.

તફસીર(સમજુતી):-

આગળ નાફરમાનો માટે અઝાબ નુ ઝિક્ર હતુ તો હવે અહીંયા એમાથી જે નેક લોકો હતા તેમના ષવાબ નુ બયાન થાય છે નબી ની ફરમાબરદારી કરવાવાળા લોકો માટે ખુશ ખબરી છે
➖➖➖➖➖➖➖➖➖
وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَکُمۡ وَ رَفَعۡنَا فَوۡقَکُمُ الطُّوۡرَ ؕ خُذُوۡا مَاۤ اٰتَیۡنٰکُمۡ بِقُوَّۃٍ وَّ اذۡکُرُوۡا مَا فِیۡہِ لَعَلَّکُمۡ تَتَّقُوۡنَ ﴿۶۳﴾

63).યાદ કરો તે સમય, જ્યારે અમે તૂર પહાડને તમારા ઉપર ઉઠાવીને તમારા પાસેથી પાકું વચન લીધું હતું અને કહ્યું હતું, ''જે ગ્રંથ અમે તમને આપી રહ્યાં છીએ તેને દૃઢતાપૂર્વક પકડી રાખજો અને જે આદેશો તેમાં લખેલાં છે તે યાદ રાખજો. આના જ વડે આશા રાખી શકાય છે કે તમે તકવા (ધર્મ૫રાયણતા અને સંયમ)ના માર્ગ પર ચાલી શકશો.''

તફસીર(સમજુતી):-

આ આયતોમાં અલ્લાહ સર્વશક્તિમાન ઈસ્રાએલીઓને તેમના કરારની યાદ અપાવે છે કે મેં મારી ઈબાદત અને મારા નબીની આજ્ઞાપાલન કરવાનું વચન તમારાથી લઈ લીધું, અને વચન પૂરુ કરવા તમારા માથા ઉપર તૂર પર્વતને લાવ્યા
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92