(2).સુરહ બકરહ 53,54

PART:-32
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-53,54

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذۡ اٰتَیۡنَا مُوۡسَی الۡکِتٰبَ وَ الۡفُرۡقَانَ لَعَلَّکُمۡ تَہۡتَدُوۡنَ ﴿۵۳﴾

53).અને જયારે અમે મૂસાને ગ્રંથ અને 'ફુરકાન' (કિતાબ) પ્રદાન કર્યા, જેથી તમે તેના દ્વારા સીધો માર્ગ પામી શકો.

તફસીર(સમજુતી):-

શક્ય છે કે પુસ્તક, તૌરાત ને  ફુરકાન તરીકે અર્થઘટન કરવામાં આવ્યું હોય, કારણ કે દરેક આસમાની પુસ્તક સત્ય અને જૂઠાનું સ્પષ્ટતા છે. અથવા તો મૉઅજીજાત પણ સત્ય અને જુઠા ને ફરક કરવામાં અગત્યની ભુમિકા ભજવે છે
➖➖➖➖➖➖➖➖
وَ اِذۡ قَالَ مُوۡسٰی لِقَوۡمِہٖ یٰقَوۡمِ اِنَّکُمۡ ظَلَمۡتُمۡ اَنۡفُسَکُمۡ بِاتِّخَاذِکُمُ الۡعِجۡلَ فَتُوۡبُوۡۤا اِلٰی بَارِئِکُمۡ فَاقۡتُلُوۡۤا اَنۡفُسَکُمۡ ؕ ذٰلِکُمۡ خَیۡرٌ لَّکُمۡ عِنۡدَ بَارِئِکُمۡ ؕ فَتَابَ عَلَیۡکُمۡ ؕ اِنَّہٗ ہُوَ التَّوَّابُ الرَّحِیۡمُ ﴿۵۴﴾

54).જ્યારે મૂસા (આ નેઅમત લઈ પાછા ફર્યો ત્યારે તેમણે) પોતાની કોમને કહ્યું કે, ''લોકો ! તમે વાછરડાને ઉપાસ્ય બનાવીને પોતાના ઉપર ભારે અત્યાચાર કર્યો છે, એટલા માટે તમે લોકો પોતાના સર્જનહાર સમક્ષ તૌબા (ક્ષમા-યાચના) કરો અને પોતાના પ્રાણોને કતલ કરો (અર્થાત્ પોતાના તે માણસોને કતલ કરો જેમણે વાછરડાને પૂજ્ય બનાવીને તેની પૂજા કરી), આમાં જ તમારા સર્જનહારના નજીક તમારી ભલાઈ છે.'' તે વખતે તમારા સર્જનહારે તમારી તૌબા સ્વીકારી લીધી, કારણ કે તે મોટો ક્ષમા આપનાર અને દયાળુ છે.

તફસીર(સમજુતી):-


જ્યારે મુસા (સ.અ.વ.) એ તેમને શિર્ક વિશે ચેતવણી આપી, ત્યારે તેમને પસ્તાવો થયો અને તૌબા નો એહસાસ થયો. તૌબા નો તરીકો એ હતો કે (فَاقْتُلُوْٓا اَنْفُسَكُمْ ) (પોતાને અંદરો અંદર કતલ કરો) એક આ બધાને બે હરોળમાં બેસાડવામાં આવ્યા અને તેઓએ એકબીજાને મારી નાખ્યા.બીજો એ કે શિર્કના ગુનેગારો ઉભા રાખ્યાં અને શિર્ક થી બચેલા ને હત્યા કરવાનો આદેશ આપવામાં આવ્યો.  જેથી તેઓએ કતલ કર્યો  મુત્યુ થયેલ સંખ્યા સિત્તેર હજાર હોવાનું જાણવા મળે છે (ઇબ્ને કષીર,અહસનુલ બયાન અને ફતેહ અલ-કાદિર).
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92