(2).સુરહ બકરહ 51,52

PART:-31
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-51,52

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذۡ وٰعَدۡنَا مُوۡسٰۤی اَرۡبَعِیۡنَ لَیۡلَۃً ثُمَّ اتَّخَذۡتُمُ الۡعِجۡلَ مِنۡۢ بَعۡدِہٖ وَ اَنۡتُمۡ ظٰلِمُوۡنَ ﴿۵۱﴾

51).યાદ કરો, જ્યારે અમે મૂસાને ચાળીસ રાત્રિની નિયત મુદૃત માટે બોલાવ્યો, તો તેની ગેરહાજરીમાં તમે વાછરડાને પોતાનો ઉપાસ્ય બનાવી બેસ્યા. તે વખતે તમે ભારે અત્યાચાર કર્યો હતો,

તફસીર(સમજૂતી):-

અહીં પણ, અલ્લાહ તેમના એહસાનોને યાદ અપાવે છે જ્યારે તમારા નબી મુસા (અ.સ.) ચાળીસ દિવસના વચન પર તમારી પાસેથી ગયા.

અને તે પછી તમે વાછરડાની ઉપાસના કરવાનું શરૂ કર્યું.પછી તેમના આવવા પર તમે તૌબા કરી તો અમે તમને આટલો મોટા શિર્ક ના ગુનાહથી માફ કરી દીધા.

 અને કુરાન ની એક આયતમા છે (و .عٰدْنْا مْوسْي ثَثَثِيْنَ لَيْلَةً وََّتْمَمْنٰهَا بِعَشْرٍ) 7.  સૂરા અલ-આરાફ: 142 એટલે કે, અમે મુસાને ત્રીસ રાત્રિનું વચન આપ્યું હતું, અને તેમાં. દસ વધારીને આખી ચાલીસ રાત કરી

તે વચનનો સમય ઝુલ-કાદહહના આખા મહિનાનો અને ઝુલ-હજ પછીના દસ દિવસનો હતો. ફીરંઔનીઓ થી છુટકારો મેળવીને દરીયામાં થી બચીને નીકળ્યા પછીની આ ધટના છે
――――――――――――――
ثُمَّ عَفَوۡنَا عَنۡکُمۡ مِّنۡۢ بَعۡدِ ذٰلِکَ لَعَلَّکُمۡ تَشۡکُرُوۡنَ ﴿۵۲﴾

52).તેમ છતાં પણ અમે તમને માફ કરી દીધા કે કદાચ હવે તમે કૃતજ્ઞ બનો.
_________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92