(2).સુરહ બકરહ:- 61

PART:-36
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-61

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ اِذۡ قُلۡتُمۡ یٰمُوۡسٰی لَنۡ نَّصۡبِرَ عَلٰی طَعَامٍ وَّاحِدٍ فَادۡعُ لَنَا رَبَّکَ یُخۡرِجۡ لَنَا مِمَّا تُنۡۢبِتُ الۡاَرۡضُ مِنۡۢ بَقۡلِہَا وَ قِثَّآئِہَا وَ فُوۡمِہَا وَ عَدَسِہَا وَ بَصَلِہَا ؕ قَالَ اَتَسۡتَبۡدِلُوۡنَ الَّذِیۡ ہُوَ اَدۡنٰی بِالَّذِیۡ ہُوَ خَیۡرٌ ؕ اِہۡبِطُوۡا مِصۡرًا فَاِنَّ لَکُمۡ مَّا سَاَلۡتُمۡ ؕ وَ ضُرِبَتۡ عَلَیۡہِمُ الذِّلَّۃُ وَ الۡمَسۡکَنَۃُ ٭ وَ بَآءُوۡ بِغَضَبٍ مِّنَ اللّٰہِ ؕ ذٰلِکَ بِاَنَّہُمۡ کَانُوۡا یَکۡفُرُوۡنَ بِاٰیٰتِ اللّٰہِ وَ یَقۡتُلُوۡنَ النَّبِیّٖنَ بِغَیۡرِ الۡحَقِّ ؕ ذٰلِکَ بِمَا عَصَوۡا وَّ کَانُوۡا یَعۡتَدُوۡنَ ﴿٪۶۱﴾

61).યાદ કરો, જ્યારે તમે કહ્યું હતું, ''હે મૂસા ! અમે એક જ જાતના ખોરાક ઉપર સંતોષ માની શકતા નથી. તમે પોતાના રબને દુઆ કરો કે અમારા માટે જમીનની પેદાશો, લીલી વનસ્પતિ, શાકભાજી, ઘઉં, લસણ, ડુંગળી, દાળ વગેરે પેદા કરે.'' તો મૂસાએ કહ્યું, ''શું તમે એક વધુ સારી વસ્તુના બદલે ઊતરતી કક્ષાની વસ્તુઓ મેળવવા માંગો છો ? સારું, કોઈ શહેરી વસ્તીમાં જઈને રહો. જે કંઈ તમે માંગો છો, ત્યાં મળી જશે.'' છેવટે સ્થિતિ ત્યાં સુધી પહોંચી કે અપમાન અને દરિદ્રતા તથા પતન અને દુર્દશા તેમના પર છવાઈ ગયાં અને તેઓ અલ્લાહના પ્રકોપમાં ઘેરાઈ ગયા. આ પરિણામ હતું તેનું કે તેઓ અલ્લાહની આયતોનો ઇન્કાર કરવા લાગ્યા અને પયગંબરોને નાહક કતલ કરવા લાગ્યા. આ પરિણામ હતું તેમની અવજ્ઞાઓનું અને તે વાતનું કે તેઓ અલ્લાહના કાનૂનની સીમાઓનું ઉલ્લંઘન કર્યે જતા હતા. (રુકૂઅ-૭)

તફસીર(સમજુતી):-

અહીંયા બની ઈસરાઈલ ની બેસબ્રી અને અલ્લાહની નેઅમત ની નાકદ્રી નુ બયાન છે કે મન્ન અને સલવા જેવી પવિત્ર ખોરાક પર સબ્ર ન કરી શક્યા અને રદ્દી ચીજો ની માગ કરી

મુસા(અ.સ.) એ પોતાની કૌમ ને ફિટકારે છે કે તમે સારી વસ્તુ ના બદલે રદ્દી અને ધટીયા વસ્તુ ની ચાહના કરો છે?

પછી કહે છે શહેરમાં જતાં રહો ત્યાં તમને બધી વસ્તુઓ આસાની થી મળી જશે મારી દુઆ ની શી જરૂર
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92