(2).સુરહ બકરહ:- 69,70,71

PART:-40
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-69,70,71

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا لَوۡنُہَا ؕ قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ صَفۡرَآءُ ۙ فَاقِعٌ لَّوۡنُہَا تَسُرُّ النّٰظِرِیۡنَ ﴿۶۹﴾

69).પછી કહેવા લાગ્યા કે તમારા રબને એ પણ પૂછી બતાવો કે તેનો રંગ કેવો હોવો જોઈએ ?'' મૂસાએ કહ્યું, ''તે ફરમાવે છે કે પીળા રંગની ગાય હોવી જોઈએ, જેનો રંગ એવો ઘેરો હોય કે જોનારાઓનું મન ખુશ થઈ જાય.''
__________________________
قَالُوا ادۡعُ لَنَا رَبَّکَ یُبَیِّنۡ لَّنَا مَا ہِیَ ۙ اِنَّ الۡبَقَرَ تَشٰبَہَ عَلَیۡنَا ؕ وَ اِنَّاۤ اِنۡ شَآءَ اللّٰہُ لَمُہۡتَدُوۡنَ ﴿۷۰﴾

70).પછી બોલ્યા, ''પોતાના રબને સ્પષ્ટ રીતે પૂછી બતાવો કે કેવી ગાય જોઈએ છે ? અમને તેના નિર્ધારણમાં સંદેહ થઈ ગયો છે. અલ્લાહે ચાહ્યું તો અમે તેને શોધી કાઢીશું.''
__________________________
قَالَ اِنَّہٗ یَقُوۡلُ اِنَّہَا بَقَرَۃٌ لَّا ذَلُوۡلٌ تُثِیۡرُ الۡاَرۡضَ وَ لَا تَسۡقِی الۡحَرۡثَ ۚ مُسَلَّمَۃٌ لَّا شِیَۃَ فِیۡہَا ؕ قَالُوا الۡـٰٔنَ جِئۡتَ بِالۡحَقِّ ؕ فَذَبَحُوۡہَا وَ مَا کَادُوۡا یَفۡعَلُوۡنَ ﴿٪۷۱﴾

71).મૂસાએ જવાબ આપ્યો, ''અલ્લાહ કહે છે કે તે એવી ગાય છે, જેના પાસેથી કામ નથી લેવામાં આવતું, ન જમીન ખેડે છે, ન પાણી ખેંચે છે, સાજી-સમી અને ખોડ-ખાંપણ રહિત છે.'' આ સાંભળી તેઓ બોલી ઉઠ્યા, ''હા, હવે તમે ચોક્કસ બતાવ્યું છે.'' પછી તેમણે એને ઝબેહ કરી, નહીં તો તેઓ આવું કરતા જણાતા ન હતા. (રુકૂઅ-૮)
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92