(2).સુરહ બકરહ 90

PART:-51
(Quran-Section)

        (2)સુરહ બકરહ
       આયત નં.:-90

●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
بِئۡسَمَا اشۡتَرَوۡا بِہٖۤ اَنۡفُسَہُمۡ اَنۡ یَّکۡفُرُوۡا بِمَاۤ اَنۡزَلَ اللّٰہُ بَغۡیًا اَنۡ یُّنَزِّلَ اللّٰہُ مِنۡ فَضۡلِہٖ عَلٰی مَنۡ یَّشَآءُ مِنۡ عِبَادِہٖ ۚ فَبَآءُوۡ بِغَضَبٍ عَلٰی غَضَبٍ ؕ وَ لِلۡکٰفِرِیۡنَ عَذَابٌ مُّہِیۡنٌ ﴿۹۰﴾

90).ઘણી ખરાબ વાત છે જેના બદલામાં તેમણે પોતાની જાતને વેચી નાંખી કે જે માર્ગદર્શન અલ્લાહે મોકલ્યું છે, તેને સ્વીકારવાથી માત્ર એ હઠધર્મીને કારણે ઇન્કાર કરી રહ્યા છે કે અલ્લાહે પોતાની કૃપા (વહ્ય–દિવ્ય પ્રકાશના અને રિસાલત–ઈશદૂતત્વ) દ્વારા પોતાના જે બંદાને પોતે ઇચ્છ્યું, નવાજી દીધો. એટલા માટે હવે આ પ્રકોપ-ઉપર-પ્રકોપને પાત્ર થઈ ગયા છે અને આવા કાફિરો (વિધર્મીઓ) માટે સખત અપમાનજનક  સજા નિશ્ચિત છે.

તફસીર(સમજુતી):-

આ આયતનો ખુલાસો એ છે કે યહૂદીઓએ મુહમ્મદ(સ.અ.વ)ની પુષ્ટિ કરવાને બદલે નકાર્યા અને તેમના પર ઈમાન લાવવાનો ઈનકાર કર્યો

આપની સહાયના બદલામાં વિરોધ અને દુશ્મનાવટ કરી, આ કારણથી પોતે જ પોતાને અલ્લાહના ક્રોધના ભાગીદાર કર્યા અને એ ખરાબ વસ્તુ લીધી સૌથી શ્રેષ્ઠ વસ્તુના બદલામાં અને આને કારણે, ઈર્ષ્યા અને અદાવત સિવાય બીજું કંઈ ન મળ્યું.

કારણકે મુહમ્મદ(સ.અ.વ) એમના કબીલામાથી નહીં અરબમાથી હતા એટલે તેઓએ મોઢાં ફેરવ્યા

પરંતુ અલ્લાહ ની મરજી રિસાલત ના હકદારની અને અલ્લાહ ચાહે તેના પર પોતાનો ફઝ્લ કરે

એક તો તૌરાતનુ પાલન ન કરવા માટે  બીજુ મુહમ્મદ(સ.અ.વ) સાથે વિશ્વાસધાત ના કારણે અલ્લાહ ના ક્રોધ ના હકદાર થયા
અથવા તો ઈસા(અ.સ)ને નબી ન સ્વીકારવાને કારણે અને બીજું મુહમ્મદ(સ.અ.વ)નો અસ્વીકાર કરવાના કારણે
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92