(2).સુરહ બકરહ 82,83


PART:-46
(Quran-Section)
        (2)સુરહ બકરહ
       આયત નં.:-82,83,
●ஜ▬▬ஜ~●~ஜ▬▬ஜ●
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيْمِ
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
_________________________
وَ الَّذِیۡنَ اٰمَنُوۡا وَ عَمِلُوا الصّٰلِحٰتِ اُولٰٓئِکَ اَصۡحٰبُ الۡجَنَّۃِ ۚ ہُمۡ فِیۡہَا خٰلِدُوۡنَ ﴿٪۸۲﴾
82).અને જે લોકો ઈમાન લાવશે અને સદકાર્ય કરશે તેઓ જ જન્નતી છે અને જન્નતમાં તેઓ હંમેશા રહેશે. (રુકૂઅ-૯)
તફસીર(સમજુતી):-
આ આયત માં યહુદીઓ જે દાવો કરતાં હતા તેનો જવાબ આપ્યો છે કે જે લોકો ઈમાનવાળા હશે અને નેક આમાલ કર્યો હશે તેઓ હંમેશાં જન્નત માં રહેશે
__________________________
وَ اِذۡ اَخَذۡنَا مِیۡثَاقَ بَنِیۡۤ اِسۡرَآءِیۡلَ لَا تَعۡبُدُوۡنَ اِلَّا اللّٰہَ ۟ وَ بِالۡوَالِدَیۡنِ اِحۡسَانًا وَّ ذِی ‌الۡقُرۡبٰی وَ الۡیَتٰمٰی وَ الۡمَسٰکِیۡنِ وَ قُوۡلُوۡا لِلنَّاسِ حُسۡنًا وَّ اَقِیۡمُوا الصَّلٰوۃَ وَ اٰتُوا الزَّکٰوۃَ ؕ ثُمَّ تَوَلَّیۡتُمۡ اِلَّا قَلِیۡلًا مِّنۡکُمۡ وَ اَنۡتُمۡ مُّعۡرِضُوۡنَ ﴿۸۳﴾
83).યાદ કરો, ઇસરાઈલની સંતાન પાસેથી અમે પાકું વચન લીધું હતું કે અલ્લાહ સિવાય કોઈની બંદગી (ઉપાસના) ન કરશો અને માતા-પિતા સાથે, સગાઓ સાથે, અનાથો અને ગરીબો સાથે સદ્વર્તન કરશો, લોકોને ભલી વાત કહેશો,નમાઝ કાયમ કરશો અને ઝકાત આપશો, પરંતુ થોડાક લોકો સિવાય તમે સૌ આ વચનમાંથી ફરી ગયા અને અત્યાર સુધી ફરેલા છો.
__________________________

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92