સુરહ અલ્ માઈદહ 65,66

 PART:-367


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

      રબ તરફથી ઉતારવામાં આવેલ

           કિતાબો પર ઈમાન લાવો   

   

=======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 65,66


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَوۡ اَنَّ اَهۡلَ الۡـكِتٰبِ اٰمَنُوۡا وَاتَّقَوۡا لَـكَفَّرۡنَا عَنۡهُمۡ سَيِّاٰتِهِمۡ وَلَاَدۡخَلۡنٰهُمۡ جَنّٰتِ النَّعِيۡمِ(65)


(65). અને જો આ કિતાબવાળાઓ ઈમાન લાવતા અને અલ્લાહથી ડરતા, તો અમે તેમની બધી બૂરાઈઓ મીતાવી દેતા અને તેઓને જરૂર નેઅમતોથી ભરપુર જન્નતમાં લઈ જતા.


તફસીર(સમજુતી):-


એટલે કે તે ઈમાન જે અલ્લાહ તઆલા ચાહે છે તેમાં સૌથી મહત્વપૂર્ણ મુહંમદ (ﷺ) ની રિસાલત પર ઈમાન લાવવું છે.જેવું કે તેમના પર નાઝિલ કરવામાં આવેલ કિતાબો તૌરાત અને ઈન્જીલમા પણ હુકમ આપવામાં આવ્યો છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلَوۡ اَنَّهُمۡ اَقَامُوا التَّوۡرٰٮةَ وَالۡاِنۡجِيۡلَ وَمَاۤ اُنۡزِلَ اِلَيۡهِمۡ مِّنۡ رَّبِّهِمۡ لَاَ كَلُوۡا مِنۡ فَوۡقِهِمۡ وَمِنۡ تَحۡتِ اَرۡجُلِهِمۡ‌ؕ مِنۡهُمۡ اُمَّةٌ مُّقۡتَصِدَةٌ‌  ؕ وَكَثِيۡرٌ مِّنۡهُمۡ سَآءَ مَا يَعۡمَلُوۡنَ(66)


(66). જો તેઓ તૌરાત અને ઈન્જીલ અને તે ધર્મશાસ્ત્રોની પાબંદી કરતા જે તેમના તરફ તેમના રબ તરફથી ઉતારવામાં આવ્યા તો પોતાના ઉપરથી અને પગની નીચેથી ખાતા, તેમનામાં એક ગિરોહ તો વચ્ચેનો (સીધા રસ્તા પરનો) છે અને મોટાભાગના લોકો બૂરા કામ કરી રહ્યા છે.


તફસીર(સમજુતી):-


ઉપર-નીચેનો મતલબ કુશાદગી લીધો છે અથવા ઉપરથી મતલબ જરૂરતના મુજબ આકાશમાંથી અને નીચેથી મતલબ ધરતી છે જેનું પરિણામ અનાજની વિપુલતા છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92