સુરહ અલ્ માઈદહ 61,62,63

 PART:-365


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          નેક કામોનો પ્રચાર કરો

                      અને

        બુરાઈ કરવાથી લોકોને રોકો

               =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 61,62,63


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَاِذَا جَآءُوۡكُمۡ قَالُوۡۤا اٰمَنَّا وَقَدْ دَّخَلُوۡا بِالۡكُفۡرِ وَهُمۡ قَدۡ خَرَجُوۡا بِهٖ‌ؕ وَاللّٰهُ اَعۡلَمُ بِمَا كَانُوۡا يَكۡتُمُوۡنَ‏(61)


(61). અને જ્યારે તેઓ તમારા પાસે આવે છે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા, ભલે તેઓ કુફ્ર લઈને આવ્યા હતા અને તે જ કુફ્ર સાથે ગયા પણ, અને જે કંઈ તેઓ છૂપાવી રહ્યા છે તેને અલ્લાહ (તઆલા) સારી રીતે જાણે છે.


તફસીર(સમજુતી):-


આ મુનાફિફોની વાત છે જે નબી(ﷺ) ની ખિદમત માં કુફ્ર લઈને આવે છે અને કુફ્ર લઈને જાય છે તેમને આપ(ﷺ) ની સોહબત અને નસીહત ની કોઈ અસર થતી નથી કારણકે તેમના દિલોમાં કુફ્ર છુપું અને ભરેલું હોય છે, અને તેઓનું આપ (ﷺ) ની પાસે આવવાનો મકસદ ફક્ત ધોકો અને ફરેબ કરવાનો હોય છે.તો પછી આવી હાઝરીનો ફાયદો પણ કેવી રીતે થઇ શકે ?


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَتَرٰى كَثِيۡرًا مِّنۡهُمۡ يُسَارِعُوۡنَ فِى الۡاِثۡمِ وَالۡعُدۡوَانِ وَاَكۡلِهِمُ السُّحۡتَ‌ ؕ لَبِئۡسَ مَا كَانُوۡا يَعۡمَلُوۡنَ(62)


(62). અને તમે જોશો કે તેમનામાંથી ઘણા ગુનાહના કામોની તરફ, જુલમ અને સરકશી તરફ અને હરામ માલ ખાવાની તરફ લપકી રહ્યા છે, જે કંઈ તેઓ કરી રહ્યા છે તે ઘણા ખરાબ કૃત્યો છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


لَوۡلَا يَنۡهٰٮهُمُ الرَّبَّانِيُّوۡنَ وَالۡاَحۡبَارُ عَنۡ قَوۡلِهِمُ الۡاِثۡمَ وَاَكۡلِهِمُ السُّحۡتَ‌ؕ لَبِئۡسَ مَا كَانُوۡا يَصۡنَعُوۡنَ(63)


(63). તેમને તેમના વિદ્વાનો અને ધાર્મિક વડાઓ તેમને જૂઠ બોલવા અને હરામ ખાવાથી કેમ નથી રોકતા ? બેશક આ ખરાબ કામો છે જેને તેઓ કરી રહ્યા છે.


તફસીર(સમજુતી):-


આ વિદ્વાનો, ધર્મગુરુઓ અને પીરો-ફકીરોની નિંદા છે કે સામાન્ય લોકોમાંથી વધારે પડતાં તમારી સામે નાફરમાની અને બૂરા કામો કરે છે, પરંતુ તમે તેમને રોકતા નથી, આવી હાલતમાં તમારી ખામોશી ધણો મોટો ગુનોહ છે. તેનાથી જાણવા મળે છે કે નેક કામોનો પ્રચાર અને બૂરા કામોથી રોકવાનું કામ કેટલું અગત્યનું છે અને તેને છોડી દેવા પર કેટલી ધમકી છે જેવું કે હદીસો માં આ મામલાને સવિસ્તાર સ્પષ્ટ રીતે વર્ણન કરેલ છે.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92