સુરહ અલ્ માઈદહ 53,54

 PART:-362 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

          ઈસ્લામથી  ફરી જશો તો

            અલ્લાહ બીજી કૌમ લાવશે

                                  =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 53,54


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَيَقُوۡلُ الَّذِيۡنَ اٰمَنُوۡۤا اَهٰٓؤُلَاۤءِ الَّذِيۡنَ اَقۡسَمُوۡا بِاللّٰهِ جَهۡدَ اَيۡمَانِهِمۡ‌ۙ اِنَّهُمۡ لَمَعَكُمۡ‌ ؕ حَبِطَتۡ اَعۡمَالُهُمۡ فَاَصۡبَحُوۡا خٰسِرِيۡنَ‏(53)


(53). અને ઈમાનવાળાઓ કહેશે કે શું આ તે લોકો છે જે મોટા યકીનથી અલ્લાહની કસમ ખાઈ-ખાઈને કહે છે કે અમે તમારા સાથે છીએ, તેમના કર્મો બરબાદ થઈ ગયા અને તેઓ નિષ્ફળ થઈ ગયા.


☘️☘️☘️☘️☘️☘️☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا مَنۡ يَّرۡتَدَّ مِنۡكُمۡ عَنۡ دِيۡـنِهٖ فَسَوۡفَ يَاۡتِى اللّٰهُ بِقَوۡمٍ يُّحِبُّهُمۡ وَيُحِبُّوۡنَهٗۤ ۙ اَذِلَّةٍ عَلَى الۡمُؤۡمِنِيۡنَ اَعِزَّةٍ عَلَى الۡكٰفِرِيۡنَ يُجَاهِدُوۡنَ فِىۡ سَبِيۡلِ اللّٰهِ وَلَا يَخَافُوۡنَ لَوۡمَةَ لَاۤئِمٍ‌ ؕ ذٰ لِكَ فَضۡلُ اللّٰهِ يُؤۡتِيۡهِ مَنۡ يَّشَآءُ‌ ؕ وَاللّٰهُ وَاسِعٌ عَلِيۡمٌ(54) 


(54). અય ઈમાનવાળાઓ! તમારામાંથી જેઓ પોતાના ધર્મથી ફરી જાય તો અલ્લાહ (તઆલા) બહુજ જલ્દી એવી કોમના લોકોને લાવશે જેઓ અલ્લાહને પ્રિય હશે અને તેઓને પણ અલ્લાહ પ્રિય હશે, તેઓ નરમ દિલ હશે મુસલમાનો પર, સખત અને બેરહમ હશે કાફિરો પર, અલ્લાહના માર્ગમાં જિહાદ કરશે, કોઈ નિંદા કરનાર વ્યક્તિની નિંદાની ફિકર નહિ કરે, આ છે અલ્લાહ (તઆલા)ની મહેરબાની જેને ઈચ્છે પ્રદાન કરે, અલ્લાહ (તઆલા) સર્વશક્તિમાન છે અને ધણા ઈલ્મવાળો છે.


તફસીર(સમજુતી):-


અલ્લાહ તઆલા તરફથી વહી છે જે નબી (ﷺ)ની વફાત પછી ઘટી, આ ફિતનાને કચડી નાખવાનો શ્રેય હજરત અબૂબક્ર (રદી.) અને તેમના સાથીઓને પ્રાપ્ત થયો.


મુર્તદ (ધર્મના કોઈ કાનૂન પર યકીન ન રાખવાવાળા)ના વિરુદ્ધ જે કોમને અલ્લાહ તઆલા ઊભી કરશે તેના ચાર ગુણોને સ્પષ્ટ કરી વર્ણન કરવામાં આવી રહ્યું છે (1) અલ્લાહથી મોહબ્બત કરવી અને તેના પ્યારા હોવું (2)ઈમાનવાળાઓ માટે નરમ અને કાફિરો માટે સખત હોવું. (3) અલ્લાહના માર્ગમાં જિહાદ કરવો. (4) અલ્લાહના બારામાં કોઈની નિંદાની પરવા ન કરવી. સહાબા કિરામ (રદી.) આ ગુણો અને શ્રેષ્ઠતાઓથી ભરેલા હતા એટલા માટે અલ્લાહે તેમને દુનિયા અને આખિરતના તમામ સુખોથી નવાજયા અને દુનિયામાં જ પોતાની ખુશીનું પ્રમાણપત્ર તેમને પ્રદાન કરી દીધું.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92