સુરહ અલ્ માઈદહ 47,48

 PART:-359


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

            ઈન્જીલ અને કુરઆન                   

   =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 47,48


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَلۡيَحۡكُمۡ اَهۡلُ الۡاِنۡجِيۡلِ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فِيۡهِ‌ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الۡفٰسِقُوۡنَ‏(47)


(47). અને ઈન્જીલવાળાઓને પણ જોઈએ કે અલ્લાહ(તઆલા)એ જે કંઈ ઈન્જીલમાં ઉતાર્યું છે તેના મુજબ ફેંસલો કરે, અને જેઓ અલ્લાહ (તઆલા)ના ઉતારેલ કાનૂન મુજબ ફેંસલો ન કરે તેઓ ફાસિક છે.


તફસીર(સમજુતી):-


ઈન્જીલને માનવાવાળાને આ હુકમ તે સમય સુધી હતો જ્યાં સુધી હજરત ઈસાની નબૂવતનો સમય હતો, નબી(ﷺ) ના આવી ગયા પછી હજરત ઈસાની નબૂવતનો સમય પણ પૂરો થઈ ગયો અને ઈન્જીલના હુકમોનુ પાલન પણ ખતમ થઈ ગયું, હવે ઈમાનવાળો તેને સમજવામાં આવશે જે મુહંમદ (ﷺ) ની રિસાલત પર ઈમાન લાવશે અને કુરઆન કરીમના હુકમોનુ પાલન કરશે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَاَنۡزَلۡنَاۤ اِلَيۡكَ الۡكِتٰبَ بِالۡحَـقِّ مُصَدِّقًا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ الۡكِتٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِ‌ فَاحۡكُمۡ بَيۡنَهُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ وَلَا تَتَّبِعۡ اَهۡوَآءَهُمۡ عَمَّا جَآءَكَ مِنَ الۡحَـقِّ‌ؕ لِكُلٍّ جَعَلۡنَا مِنۡكُمۡ شِرۡعَةً وَّمِنۡهَاجًا ‌ؕ وَلَوۡ شَآءَ اللّٰهُ لَجَـعَلَـكُمۡ اُمَّةً وَّاحِدَةً وَّلٰـكِنۡ لِّيَبۡلُوَكُمۡ فِىۡ مَاۤ اٰتٰٮكُمۡ فَاسۡتَبِقُوا الۡخَـيۡـرٰتِ‌ؕ اِلَى اللّٰهِ مَرۡجِعُكُمۡ جَمِيۡعًا فَيُنَبِّئُكُمۡ بِمَا كُنۡتُمۡ فِيۡهِ تَخۡتَلِفُوۡنَۙ(48)


(48). અને અમે તમારી તરફ સચ્ચાઈથી ભરેલ આ કિતાબ ઉતારી છે, જે પોતાનાથી પહેલાની બધી કિતાબોનું સમર્થન કરે છે અને તેની સંરક્ષક છે એટલા માટે તમે તેમની વચ્ચે અલ્લાહની ઉતારેલ કિતાબ મુજબ ફેંસલો કરો, આ સચ્ચાઈથી હટીને તેમની તમન્નાઓ પર ન જશો, તમારામાંથી દરેક માટે અમે એક શરીઅત અને રસ્તો નક્કી કરી દીધો છે.' જો અલ્લાહ ચાહત તો તમને બધાને એક જ ઉમ્મત બનાવી દેત, પરંતુ તે ચાહે છે કે જે તમને આપ્યું છે, તેમાં તમારી પરીક્ષા લે, તો તમે નેકીની તરફ જલ્દી કરો, તમારે બધાએ અલ્લાહ તરફ પાછા ફરવાનું છે, પછી તે તમને તે દરેક વસ્તુ બતાવી દેશે જેમાં તમે મતભેદ રાખો છો.


તફસીર(સમજુતી):-


સચ્ચાઈથી ભરેલ‌ કિતાબ એટલે કુરઆન મજીદ જે પહેલાંની કિતાબોનું સમર્થન પણ કરે છે અને ગવાહ પણ છે.


તેનાથી આશય પહેલાના ધાર્મિક કાનૂન છે, જેમાં કેટલાક હુકમ એકબીજાથી અલગ હતા, એક ધર્મના કાનૂનમાં કોઈ એક વસ્તુ હરામ અને બીજા ધર્મના કાનૂનમાં તે હલાલ હતી. કેટલાકમાં કોઈ સમસ્યામાં સખતી હતી તો

બીજામાં આસાની હતી, પરંતુ બધા ધર્મો એક એટલે કે તૌહીદ (એક અલ્લાહની ઈબાદત કરવી)આધારિત હતા, આ રીતે બધાની દાવત એક જ હતી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92