સુરહ અલ્ માઈદહ 45,46

PART:-358 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

               કિસાસનો હુકમ                 ======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 45,46


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَكَتَبۡنَا عَلَيۡهِمۡ فِيۡهَاۤ اَنَّ النَّفۡسَ بِالنَّفۡسِۙ وَالۡعَيۡنَ بِالۡعَيۡنِ وَالۡاَنۡفَ بِالۡاَنۡفِ وَالۡاُذُنَ بِالۡاُذُنِ وَالسِّنَّ بِالسِّنِّۙ وَالۡجُرُوۡحَ قِصَاصٌ‌ؕ فَمَنۡ تَصَدَّقَ بِهٖ فَهُوَ كَفَّارَةٌ لَّهٗ ‌ؕ وَمَنۡ لَّمۡ يَحۡكُمۡ بِمَاۤ اَنۡزَلَ اللّٰهُ فَاُولٰٓئِكَ هُمُ الظّٰلِمُوۡنَ(45)


(45). અને અમે (તૌરાતમા) યહુદીઓના હકમાં એ વાત નક્કી કરી દીધી છે કે જીવના બદલે જીવ અને આંખના બદલે આંખ, અને નાકના બદલે નાક, અને કાનના બદલે કાન તથા દાંતના બદલે દાંત અને ખાસ જખમોનો પણ બદલો છે, પછી જે વ્યક્તિ તેને માફ કરી દે તો તે તેના માટે પ્રાયશ્ચિત છે અને જે લોકો અલ્લાહના હુકમો મુજબ ફેંસલો ન કરે, તે લોકો જાલિમ છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️

وَقَفَّيۡنَا عَلٰٓى اٰثَارِهِمۡ بِعِيۡسَى ابۡنِ مَرۡيَمَ مُصَدِّقًا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ التَّوۡرٰٮةِ‌ ۖ وَاٰتَيۡنٰهُ الۡاِنۡجِيۡلَ فِيۡهِ هُدًى وَّنُوۡرٌ ۙ وَّ مُصَدِّقًا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ التَّوۡرٰٮةِ وَهُدًى وَّمَوۡعِظَةً لِّـلۡمُتَّقِيۡنَ(46)


(46). અને અમે તેમની પાછળ ઈસા ઈબ્ને મરયમને મોકલ્યા, જે પોતાનાથી પહેલાની કિતાબ એટલે કે તૌરાતનું સમર્થન કરવાવાળા હતા, અને અમે તેમને ઈન્જીલ પ્રદાન કરી, જેમાં નૂર અને હિદાયત હતી, અને તે પોતાનાથી પહેલાની કિતાબ તૌરાતનું સમર્થન કરતી હતી અને તે સ્પષ્ટ હિદાયત અને તાલીમ હતી, અલ્લાહ(તઆલા)થી ડરનારાઓ માટે.



Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92