સુરહ અલ્ માઈદહ 55,56,57,58

 PART:-363


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

        હિદાયત અને કેટલીક નસીહતો

                                           =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 55,56,57,58


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


اِنَّمَا وَلِيُّكُمُ اللّٰهُ وَرَسُوۡلُهٗ وَالَّذِيۡنَ اٰمَنُوا الَّذِيۡنَ يُقِيۡمُوۡنَ الصَّلٰوةَ وَيُؤۡتُوۡنَ الزَّكٰوةَ وَهُمۡ رَاكِعُوۡنَ‏(55)


(55). (મુસલમાનો!) તમારો દોસ્ત અલ્લાહ પોતે છે અને તેનો રસૂલ છે અને ઈમાનવાળાઓ છે જેઓ નમાઝોને કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ રુકૂઅ (એખલાસની સાથે ધ્યાનમગ્ન રહીને) કરવાવાળા છે.


તફસીર(સમજુતી):-


જ્યારે યહૂદિઓ અને ઈસાઈઓની દોસ્તીથી મનાઈ કરવામાં આવી તો હવે તેનો જવાબ આપવામાં આવી રહ્યો છે કે પછી તેઓ દોસ્તી કોની સાથે કરશે? કહ્યું કે ઈમાનવાળાઓનો પ્રથમ દોસ્ત અલ્લાહ પોતે છે અને તેના

રસૂલ છે અને પછી તેમના પેરોકાર ઈમાનવાળાઓ છે આગળ તેમના કેટલાક ગુણ બતાવવામાં આવ્યા છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَمَنۡ يَّتَوَلَّ اللّٰهَ وَ رَسُوۡلَهٗ وَالَّذِيۡنَ اٰمَنُوۡا فَاِنَّ حِزۡبَ اللّٰهِ هُمُ الۡغٰلِبُوۡنَ(56)


(56). અને જે વ્યક્તિ અલ્લાહ (તઆલા)થી અને તેના રસૂલ અને મુસલમાનોથી દોસ્તી કરે તેણે યકીન કરવું જોઈએ કે અલ્લાહ (તઆલા)ના બંદાઓ જ પ્રભાવી રહેશે.”


તફસીર(સમજુતી):-


આ અલ્લાહની જમાઅતની નિશાની છે અને તેની કામયાબીની ખબર આપવામાં આવી રહી છે, અલ્લાહ તઆલાના બંદાઓનું જૂથ એ જ છે જે ફક્ત અલ્લાહ, તેના રસૂલ અને ઈમાનવાળાઓથી સંબંધ રાખે અને

કાફિરો, મૂર્તિપૂજકો, યહૂદિઓ અને ઈસાઈઓથી દોસ્તી અને તરફદારીનો સંબંધ ન રાખે, ભલે તેઓ તેમના સગાસંબંધી કેમ ન હોય, જેવું કે સૂરઃ મુજાદિલના અંતમાં ફરમાવ્યું છે.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَـتَّخِذُوا الَّذِيۡنَ اتَّخَذُوۡا دِيۡنَكُمۡ هُزُوًا وَّلَعِبًا مِّنَ الَّذِيۡنَ اُوۡتُوا الۡكِتٰبَ مِنۡ قَبۡلِكُمۡ وَالۡـكُفَّارَ اَوۡلِيَآءَ‌ ۚ وَاتَّقُوا اللّٰهَ اِنۡ كُنۡتُمۡ مُّؤۡمِنِيۡنَ(57)


(57). મુસલમાનો! તે લોકોને દોસ્ત ન બનાવો જેમણે તમારા ધર્મને ખેલ-તમાશો બનાવી દીધો છે, (ભલે) તેઓ તેમનામાંથી હોય જેમને તમારાથી પહેલા કિતાબ આપવામાં આવી અથવા કાફિર હોય, જો તમે ઈમાનવાળા છો તો અલ્લાહથી ડરતા રહો.


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


وَ اِذَا نَادَيۡتُمۡ اِلَى الصَّلٰوةِ اتَّخَذُوۡهَا هُزُوًا وَّلَعِبًا‌ ؕ ذٰ لِكَ بِاَنَّهُمۡ قَوۡمٌ لَّا يَعۡقِلُوۡنَ(58)


(58). અને જયારે તમે નમાઝ માટે પોકારો છો, તો તેઓ તેને હંસી-ખેલ ગણી લે છે, આ એટલા માટે કે તેઓ અકલ ધરાવતા નથી.


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92