સુરહ અલ્ માઈદહ 51,52

 PART:-361 


           ~~~~~~~~~~~~~

         આજની આયાતના વિષય

          ~~~~~~~~~~~~~~

  

       અલ્લાહના દુશ્મનો સાથે દોસ્તી

             ઈમાનની કમજોરી છે  

 =======================        

     

            પારા નંબર:- 06

            (5)સુરહ અલ્ માઈદહ

            આયત નં.:- 51,52


=======================


اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم


અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


يٰۤـاَيُّهَا الَّذِيۡنَ اٰمَنُوۡا لَا تَتَّخِذُوا الۡيَهُوۡدَ وَالنَّصٰرٰۤى اَوۡلِيَآءَ ‌ؔۘ بَعۡضُهُمۡ اَوۡلِيَآءُ بَعۡضٍ‌ؕ وَمَنۡ يَّتَوَلَّهُمۡ مِّنۡكُمۡ فَاِنَّهٗ مِنۡهُمۡ‌ؕ اِنَّ اللّٰهَ لَا يَهۡدِى الۡقَوۡمَ الظّٰلِمِيۡنَ(51) 


(51). અય ઈમાનવાળાઓ! તમે યહૂદિઓ અને ઈસાઈઓને દોસ્ત ન બનાવો, તેઓ તો પરસ્પર એકબીજાના દોસ્ત છે, તમારામાંથી જે કોઈ પણ તેમના સાથે દોસ્તી કરે તો તે પણ તેમનામાંથી છે, જાલિમોને અલ્લાહ (તઆલા) કદી પણ હિદાયત આપતો નથી.


તફસીર(સમજુતી):-


આમાં યહુદ અને ઈસાઈ સાથે રિશ્તો કાયમ કરવાની મનાઈ ફરમાઈ છે જે ઈસ્લામ અને મુસલમાનો ના દુશ્મન છે, તેઓની સાથે દોસ્તી કરનાર પણ તેમાં જ ગણાશે.


યહુદી અને ઈસાઈના અંદરો-અંદર અકીદહ ભલે અલગ હોય પરંતુ તેઓ ઈસ્લામ અને મુસલમાનોના વિરોધ માં એકસાથે છે


☘☘☘☘☘☘☘☘☘☘️☘️


فَتَـرَى الَّذِيۡنَ فِىۡ قُلُوۡبِهِمۡ مَّرَضٌ يُّسَارِعُوۡنَ فِيۡهِمۡ يَقُوۡلُوۡنَ نَخۡشٰٓى اَنۡ تُصِيۡبَـنَا دَآئِرَةٌ‌ ؕ فَعَسَى اللّٰهُ اَنۡ يَّاۡتِىَ بِالۡفَتۡحِ اَوۡ اَمۡرٍ مِّنۡ عِنۡدِهٖ فَيُصۡبِحُوۡا عَلٰى مَاۤ اَسَرُّوۡا فِىۡۤ اَنۡفُسِهِمۡ نٰدِمِيۡنَ(52)


(52). તમે જોશો કે જેમના દિલોમાં રોગ છે, તેઓ દોડી-દોડીને તેમાં ઘુસી રહ્યા છે અને કહે છે કે અમને ડર છે કે એવું ન થાય કે કોઈ ઘટના અમારા પર ઘટી જાય, વધારે શક્ય છે કે અલ્લાહ (તઆલા) વિજય પ્રદાન કરી દે અથવા પોતાની પાસેથી કોઈ બીજો ફેંસલો લાવે, પછી તો તેઓ પોતાના દિલમાં છૂપાયેલ વાત પર ઘણા શરમિંદા થશે.


તફસીર(સમજુતી):-


દિલોમાં રોગથી મુરાદ નિફાક છે મુનાફિકો યહુદીઓથી મુહબ્બત અને દોસ્તી જલ્દી કરે છે


એટલે કે મુનાફિકોનુ માનવું છે કે મુસલમાનોની હાર થાય જેના લીધે અમારે પણ નુકસાન ઉઠાવવું પડશે, જેથી યહુદી સાથે દોસ્તી હશે તો આવા મૌકા પર કામમાં આવશે


Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92