સુરહ આલે ઈમરાન 183,184

PART:-239
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-183,184
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

اَلَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ عَهِدَ اِلَيۡنَاۤ اَلَّا نُؤۡمِنَ لِرَسُوۡلٍ حَتّٰى يَاۡتِيَنَا بِقُرۡبَانٍ تَاۡكُلُهُ النَّارُ‌ؕ قُلۡ قَدۡ جَآءَكُمۡ رُسُلٌ مِّنۡ قَبۡلِىۡ بِالۡبَيِّنٰتِ وَبِالَّذِىۡ قُلۡتُمۡ فَلِمَ قَتَلۡتُمُوۡهُمۡ اِنۡ كُنۡتُمۡ صٰدِقِيۡنَ(183)

183).તેમણે કહ્યું કે અમારાથી અલ્લાહે વચન લીધું છે કે અમે કોઈ રસૂલને નહીં માનીએ જયાં સુધી કે તેઓ અમારા સામે એવી કુરબાની ન લાવે જેને આાગ ખાઈ જાય, તમે કહી દો કે તમારા પાસે મારાથી પહેલા રસૂલ દલીલો અને તેના સાથે તે પણ લાવ્યા જે તમે કહ્યું તો તમે તેઓને કેમ કતલ કર્યા ? જો તમે સાચા છો.

તફસીર(સમજુતી):-

અહીં નબી(ﷺ)ને ન માનવાનું યહુદીઓનુ વધુ એક બહાનું બતાવવામાં આવ્યું છે કે તેઓએ અલ્લાહનુ જુઠું નામ લઈને કહ્યું કે જ્યાં સુધી એવા નબી ન આવે કે જેમની દુઆથી અલ્લાહની રાહમાં આપેલ કુરબાનીને આસમાનમાંથી આગ આવીને સળગાવી ન દે ત્યાં સુધી અમે નહીં માનીએ,

જેનો જવાબ અલ્લાહે આ આયત નાઝિલ કરીને આપ્યો

☘☘☘☘☘☘☘☘☘☘☘

فَاِنۡ كَذَّبُوۡكَ فَقَدۡ كُذِّبَ رُسُلٌ مِّنۡ قَبۡلِكَ جَآءُوۡ بِالۡبَيِّنٰتِ وَالزُّبُرِ وَالۡكِتٰبِ الۡمُنِيۡرِ(184)

184).પછી પણ જો આ લોકો તમને જૂઠાડે, તો તમારાથી પહેલા ઘણા રસૂલો જૂઠાડવામાં આવ્યા, જેઓ પોતાની સાથે સ્પષ્ટ દલીલ, સહીફા અને રોશન કિતાબ લઈને આવ્યાં.

તફસીર(સમજુતી):-

નબી( ﷺ ) ને દિલાસો આપવામાં આવે છે કે તમે યહુદીઓના દુર્વ્યવહારથી ઉદાસ ન થાઓ આ પ્રકારનો વ્યવહાર ફક્ત તમારાથી નથી કરવામાં આવ્યો, પરંતુ તમારાથી પહેલાં આવનારા પયગમ્બરો સાથે પણ આવો વ્યવ્હાર કરવામાં આવી ચૂક્યો છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92