સુરહ આલે ઈમરાન 177,178


PART:-236
         (Quran-Section)
      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-177,178
                                          
☘☘☘☘☘☘☘☘☘☘☘                        
اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم
અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)
☘☘☘☘☘☘☘☘☘☘☘
اِنَّ الَّذِيۡنَ اشۡتَرَوُا الۡكُفۡرَ بِالۡاِيۡمَانِ لَنۡ يَّضُرُّوا اللّٰهَ شَيۡــئًا ‌ۚ وَلَهُمۡ عَذَابٌ اَ لِيۡمٌ(177)

177).કુફ્રને ઈમાનના બદલામાં ખરીદનારા લોકો કદાપિ અલ્લાહ (તઆલા)ને કોઈ નુકશાન નહિં પહોંચાડી શકે અને તેમના માટે સખત અઝાબ છે.
☘☘☘☘☘☘☘☘☘☘☘
وَلَا يَحۡسَبَنَّ الَّذِيۡنَ كَفَرُوۡۤا اَنَّمَا نُمۡلِىۡ لَهُمۡ خَيۡرٌ لِّاَنۡفُسِهِمۡ‌ؕ اِنَّمَا نُمۡلِىۡ لَهُمۡ لِيَزۡدَادُوۡۤا اِثۡمًا‌ ۚ وَلَهُمۡ عَذَابٌ مُّهِيۡنٌ(178)

178).કાફિર લોકો એવું ન વિચારે કે અમારું તેમને મહેતલ આપવું તેમના માટે સારું છે, અમે આ મહેતલ એટલા માટે આપી રહ્યા છીએ કે તેઓ વધારે ગુનાહ કરી
લે, અને તેમના માટે અપમાનજનક અઝાબ છે.

તફસીર(સમજુતી):-

આ આયતમા અલ્લાહ તઆલાનુ મહેતલ આપવાનુ વર્ણન છે એટલે કે અલ્લાહ તઆલા પોતાના કાનૂન અને મરજીથી કાફિરોને મહેતલ આપે છે.થોડા સમય પૂરતી તેઓને સાસરિક ખુશહાલી અને માલ તથા સંતાન આપે છે, લોકો સમજે છે કે તેમના પર અલ્લાહની કૃપા થઈ રહી છે, પરંતુ જો અલ્લાહે આપેલ એશો-આરામથી ફાયદો થનાર ભલાઈ અલ્લાહના હુકમનુ પાલન  કરવાના માર્ગને નથી અપનાવતા તો આ દુનિયાનું સુખ અલ્લાહની કૃપા નથી પરંતુ અલ્લાહ તરફથી મહેતલ આપવું છે જેનાથી તેઓના કુફ્ર અને નાફરમાનીમાં વધારો જ થાય છે, છેવટે તેઓ જહન્નમની કાયમી યાતનાના હકદાર બની જાય છે.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92