સુરહ આલે ઈમરાન 179,180

PART:-237
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-179,180
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

مَا كَانَ اللّٰهُ لِيَذَرَ الۡمُؤۡمِنِيۡنَ عَلٰى مَاۤ اَنۡـتُمۡ عَلَيۡهِ حَتّٰى يَمِيۡزَ الۡخَبِيۡثَ مِنَ الطَّيِّبِ‌ؕ وَمَا كَانَ اللّٰهُ لِيُطۡلِعَكُمۡ عَلَى الۡغَيۡبِ وَ لٰكِنَّ اللّٰهَ يَجۡتَبِىۡ مِنۡ رُّسُلِهٖ مَنۡ يَّشَآءُ‌ ۖ فَاٰمِنُوۡا بِاللّٰهِ وَرُسُلِهٖ‌ۚ وَاِنۡ تُؤۡمِنُوۡا وَتَتَّقُوۡا فَلَـكُمۡ اَجۡرٌ عَظِيۡمٌ(179)

179).જે હાલતમાં તમે છો તેના પર અલ્લાહ ઈમાનવાળાઓને છોડી નહિ દે, જયાં સુધી કે પવિત્ર
અને અપવિત્રને અલગ ન કરી દે, અને ન અલ્લાહ એવો છે કે તમને ગૈબથી બાખબર કરી દે, પરંતુ અલ્લાહ પોતાના રસૂલોમાંથી જેને ઈચ્છે ચૂંટી લે છે, એટલા માટે
તમે અલ્લાહ (તઆલા) પર અને તેના રસૂલો પર ઈમાન રાખો, જો તમે ઈમાન લાવો અને અલ્લાહથી
પરહેઝગારી કરો તો તમારા માટે ઘણો મોટો બદલો છે.

☘☘☘☘☘☘☘☘☘☘☘

وَلَا يَحۡسَبَنَّ الَّذِيۡنَ يَبۡخَلُوۡنَ بِمَاۤ اٰتٰٮهُمُ اللّٰهُ مِنۡ فَضۡلِهٖ هُوَ خَيۡـرًا لَّهُمۡ‌ؕ بَلۡ هُوَ شَرٌّ لَّهُمۡ‌ؕ سَيُطَوَّقُوۡنَ مَا بَخِلُوۡا بِهٖ يَوۡمَ الۡقِيٰمَةِ ‌ؕ وَ لِلّٰهِ مِيۡرَاثُ السَّمٰوٰتِ وَالۡاَرۡضِ‌ؕ وَاللّٰهُ بِمَا تَعۡمَلُوۡنَ خَبِيۡرٌ(180)

180).અને જેમને અલ્લાહે પોતાની કૃપાથી (ધન) આપ્યું છે અને તેઓ તેમાં કંજૂસી કરે છે તો તેને સારું ન સમજે પરંતુ તે તેમના માટે ઘણું ખરાબ છે, તેઓએ જે ધન માં કંજૂસી કરી છે કયામતના દિવસે તેમના (ગળાનો) તોક હશે અને આકાશો અને ધરતીનો અધિકાર ફક્ત અલ્લાહ માટે જ છે, અને તે તમારા કાર્યોને જાણે છે

તફસીર(સમજુતી):-

આમાં તે કંજૂસનું વર્ણન છે જે અલ્લાહે આપેલ માલમાંથી અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા ત્યાં સુધી કે તેમાંથી ફર્ઝ જકાત પણ નથી કાઢતા. સહીહ હદીસમાં આવે છે કે કયામતના દિવસે તેના માલને એક ઝેરીલો સાંપ બનાવીને સાંકળની જેમ તેના ગળામાં નાખી દેવામાં આવશે, તે સાંપ તેની બાજુઓ પકડશે અને કહેશે કે હું તારો માલ છું, તારો ખજાનો છું.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92