સુરહ આલે ઈમરાન 171,172

PART:-233
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-171,172
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

يَسۡتَبۡشِرُوۡنَ بِنِعۡمَةٍ مِّنَ اللّٰهِ وَفَضۡلٍۙ وَّاَنَّ اللّٰهَ لَا يُضِيۡعُ اَجۡرَ الۡمُؤۡمِنِيۡنَ(171)

171).તેઓ અલ્લાહની ને’મત અને ફઝલથી ખુશ થાય છે. અને તેનાથી પણ કે અલ્લાહ (તઆલા)
ઈમાનવાળાના બદલાને બરબાદ નથી કરતો.

☘☘☘☘☘☘☘☘☘☘☘ 

اَلَّذِيۡنَ اسۡتَجَابُوۡا لِلّٰهِ وَالرَّسُوۡلِ مِنۡۢ بَعۡدِ مَاۤ اَصَابَهُمُ الۡقَرۡحُ  ۛؕ لِلَّذِيۡنَ اَحۡسَنُوۡا مِنۡهُمۡ وَاتَّقَوۡا اَجۡرٌ عَظِيۡمٌ‌ۚ(172)

172).જે લોકો ઝખ્મી થયા પછી (પણ) અલ્લાહ અને રસૂલનો હુકમ માની લીધો અને તેમનામાંથી જેણે નેક કામ કર્યા અને પરહેઝગાર રહ્યા તેમના માટે મોટો
બદલો છે.

તફસીર(સમજુતી):-

જ્યારે ઓહદની લડાઈમાં મુસલમાનો જખ્મી થયા અને હારી ગયા ત્યારે મુશરીકે મક્કા ઘર તરફ જતાં રસ્તામાં ખ્યાલ આવ્યો કે આ સમય મુસલમાનો હારી ચુકેલા છે તો મદીના પર જ હુમલો કર્યો અને આ બાજુ નબી( ) મદીના પહોંચ્યા પછી તેમને અંદેશો થયો કે મુશરિકો પાછા આવીને હુમલો કરશે, એટલે નબી( ) એ સહાબા કિરામને લડવા માટે તૈયાર કર્યો અને સહાબાઓ જખ્મી અને ગમગીન હાલતમાં હોવા છતાંય તૈયાર થઈ ગયાં અને એમનું લશ્કર મદીનાથી આઠ મીલના ફાસલા પર "હમરાઉલ અસદ" પર પહોંચ્યા ત્યારે મુશરિકો ના દિલમાં ડર પૈદા થયો અને તેઓ મક્કા પાછા જતાં રહ્યાં આ આયતમા મુસલમાનોના આવા જઝબા અને રસુલની ઈતાઅતની તારિફ કરી છે.





Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92