સુરહ આલે ઈમરાન 181,182

PART:-238
         (Quran-Section)

      (3)સુરહ આલે ઈમરાન
        આયત નં.:-181,182
                                         
 ☘☘☘☘☘☘☘☘☘☘☘                       

اَعُوْذُ بِاللّٰهِ مِنَ الشَّيْطٰنِ الرَّجِيم

અર્થ:-(અલ્લાહ ની પનાહ માગું છું શૈતાન થી જે મરદુદ છે)

☘☘☘☘☘☘☘☘☘☘☘

لَقَدۡ سَمِعَ اللّٰهُ قَوۡلَ الَّذِيۡنَ قَالُوۡۤا اِنَّ اللّٰهَ فَقِيۡرٌ وَّنَحۡنُ اَغۡنِيَآءُ ‌ۘ سَنَكۡتُبُ مَا قَالُوۡا وَقَتۡلَهُمُ الۡاَنۡۢبِيَآءَ بِغَيۡرِ حَقٍّ ۙۚ وَّنَقُوۡلُ ذُوۡقُوۡا عَذَابَ الۡحَرِيۡقِ(181)

181).બેશક અલ્લાહે તે લોકોની વાત સાંભળી લીધી છે જેમણે કહ્યું કે અલ્લાહ ગરીબ છે અને અમે માલદાર છીએ, અમે તેમની આ વાત લખી લઈશું અને તેમના
વડે રસૂલોના નાહક કતલને પણ, અને અમે કહીશું કે આગનો અઝાબ ચાખો.

તફસીર(સમજુતી):-

જ્યારે અલ્લાહે ઈમાનવાળાઓને અલ્લાહની રાહમાં ખર્ચ કરવાનું કહ્યું અને ફરમાવ્યું કોણ છે જે અલ્લાહ ને કર્ઝે હસનાહ આપે ત્યારે યહુદીઓ કહ્યું એય મુહમ્મદ ( ﷺ) તમારો રબ તો ગરીબ છે જે પોતાના બંદાઓ પાસે કર્ઝ માગે છે ત્યારે આ આયત નાઝિલ થઈ

એટલે કે અલ્લાહની મઝાક કરી અને રસૂલોના નાહક કતલ કર્યા આ બધું અલ્લાહે લખી લીધું છે અને જહન્નમ ની આગ તેમના માટે તૈયાર કરી છે

☘☘☘☘☘☘☘☘☘☘☘

ذٰ لِكَ بِمَا قَدَّمَتۡ اَيۡدِيۡكُمۡ وَاَنَّ اللّٰهَ لَيۡسَ بِظَلَّامٍ لِّلۡعَبِيۡدِ‌ۚ(182)

182).આ તમારા કરતૂતો છે અને બેશક અલ્લાક પોતાના બંદાઓ પર જરા પણ જુલમ નથી કરતો.

Popular posts from this blog

સુરહ અલ્ અઅ્-રાફ 113,114,115,116

સુરહ અલ્ અઅ્-રાફ 107,108,109,110,111,112

સુરહ અલ્ અઅ્-રાફ 90,91,92